મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા સામે હવે ફરિયાદ નોંધાવા જઈ રહી છે. જોકે આ અંગેના આદેશ પણ કોર્ટે જ આપ્યા છે. ચૂંટણી દરમિયાનના એક બનાવમાં તેમની વિરુદ્ધમાં કેસ નોંધાવા જઈ રહ્યો છે. એક તરફ ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી તરીકેનું પદ્દ અને તેમાં તેમની સામે જ કેસ થતાં ચકચાર મચી ગઈ છે. જો કેસ થશે તો તેના પર તેમના પદની અસર થશે તેવી પણ શંકાઓ સેવાઈ રહી છે. ચૂંટણી દરમિયાન પત્રિકાઓ છપાવીને આચારસંહિત્તાનો ભંગ કરવા બદલ તેમના પર કેસ બનતો હોવાનો આરોપ હતો જેને કોર્ટે માન્ય રાખ્યો છે.

જોકે તે હાલ થઈ ચુકેલી ચૂંટણીઓની વાત નથી. કોર્ટની બાબત છે એટલે થોડા વર્ષો જુની છે. વર્ષ 2007માં અસારવા વિધાનસભાની ચૂંટણી વખતે પ્રદીપસિંહ જાડેજાએ પત્રિકાઓ છપાવી હતી. તે વખતે તત્કાલીન શહેર કોંગ્રેસ પ્રમુખ પંકજ શાહે કલેક્ટર પાસે ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટે ફોજદારી ગુનો દાખલ કરવા અંગેના આદેશ આપ્યા છે.