મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સાતરડા ગામે આવેલ રાધાકૃષ્ણ વિદ્યામંદિર હાઈકસ્કુલમાં રાજ્ય સરકારની સીધી ભરતીમાં મેરીટના આધારે પસંદગી પામેલ મહીલા શીક્ષીકા પાસે હાઈસ્કૂલના આચાર્ય વચ્ચે વાતચીતનો ઓડીયો વાયરલ થયો હતો જેમાં મહિલા  શિક્ષિકા તરીકે પસંદ થયેલ ઉમેદવાર પાસે વ્યવહાર પેટે રૂપિયા ૫ લાખની માંગણીના સંવાદની ઓડીયોના પગલે શિક્ષણ જગતમાં હડકંપ મચ્યો હતો જેના સમગ્ર પડઘા રાજ્યમાં પડયા હતા જીલ્લા શિક્ષણાધીકારી ગાયત્રીબેન પટેલે સાતરડા હાઈસ્કૂલ મંડળ અને પ્રિન્સીપાલ સામે ખુલાસો માંગ્યો હતો સંચાલક મંડળની મંગળવારે મળેલી કારોબારી બેઠકમાં પ્રિન્સીપાલ હસમુખ પટેલને સસ્પેન્ડ કરતા ખળભળાટ મચ્યો છે બીજી બાજુ સંચાલક મંડળના વહીવટ સામે પણ અનેક પ્રશ્નાર્થ ઉભા થતા તેમને નોટીસ આપી ખુલાસો માંગવાની સાથે સરકાર હસ્તક શાળાનો વહીવટ લેવા દરખાસ્ત કરવામાં આવી છે.

Advertisement


 

 

 

 

 

શું છે સમગ્ર પ્રકરણ વાંચો, શિક્ષણાધિકારીએ શું કહે છે વાંચો

અરવલ્લી જિલ્લામાં હળવા વરસાદ સાથે હવે એક પછી એક લાંચની માંગના ઓડીયોની મેઘ મહેર થઇ રહી છે. એક બાજુ બેરોજગારોને નોકરી નથી મળી તો બીજી બાજુ મહેનત કરી ટાટની પરીક્ષા પાસ કરી હાઈસ્કૂલમાં નોકરી પ્રાપ્ત થયા પછી મહીલા શિક્ષીકાને હાજર કરવા માલપુર તાલુકાના સાતરડા ગામની રાધાકૃષ્ણ વિદ્યામંદિર હાઈસ્કૂલના ટ્રસ્ટી મંડળે પાંચ લાખની માંગણી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે મહિલા શિક્ષિકાએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી જે અંગે સ્કૂલના પ્રિન્સીપાલ અને મહિલા શીક્ષક સાથે મંડળે કરેલ રૂપિયાની માંગણીની ઓડિયો કલીપ વાયરલ થતા જીલ્લા શિક્ષણાધીકારીએ મંડળને નોટિસ આપી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો જો કે હાઈસ્કૂલના ટ્રસ્ટી મંડળે મહિલા શિક્ષીકા પાસે કોઈ પણ પ્રકારની રકમ માંગવામાં ન આવી હોવાનો દાવો કર્યો હતો અને મહીલા શીક્ષાકને સ્થળ ગમતું ન હોવાનું જણાવ્યું હતું.

માલપુર તાલુકાના સાતરડા ગામની રાધાકૃષ્ણ વિદ્યામંદિર ઉચ્ચતર માધ્યમીક શાળાના મંડળની જોહુકમી અને શીક્ષકને હાજર કરવા પાંચ લાખ રૂપિયા માંગ્યા પછી દોઢ લાખ આપવાનું મંડળે મહીલા શીક્ષક સાથે રક્ઝકના અંતે નક્કી થયા પછી મહીલા શિક્ષક અને હાઈસ્કૂલના પ્રિન્સીપાલ વચ્ચે થયેલી ૧૫ મિનીટ્સના ઓડિયોએ ખળભળાટ મચાવ્યો હતો.

કથિત ઑડિયો એક વાઇરલ થયો હતો જેમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષિકા તરીકે ઉમેદવારની પસંદગી અરવલ્લી જિલ્લાની એક શાળામાં થઇ છે, જોકે આ શિક્ષિકાને મહેનત એડે જતી હોય તેવું વાઇરલ થયેલા ઑડિયો પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે. મહીલા શિક્ષિકાએ ટાટની પરીક્ષા પાસ કર્યા પછી ઉચ્ચતર માધ્યમિક શિક્ષક માટે અરજી કરી હતી અને નું તેનું  મેરિટમાં નામ આવતા અરવલ્લી જિલ્લાની એક શાળામાં પસંદગી થઇ ગતી, જોકે શિક્ષિકા પાસે સંચાલકોએ પાંચ લાખ રૂપિયાની માંગ કરી હોવાનો ઑડિયોની વાતચીતમાં સ્પષ્ટ થયું છે. આખરે મામલો દોઢ લાખ આપવા માટે નવનિયુક્ત શિક્ષિકાને જણાવવામાં આવે છે,પણ શિક્ષિકાની વેદનાએ સમગ્ર અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગે હચમચાવી દીધું હતું જેમાં શિક્ષિકા કહે છે, કે, સાહેબ હું આટલા પૈસા ક્યાંથી લાવું, સરકારી નોકરી લેવા માટે પરિક્ષા પાસ કરી મેરિટમાં આવી તો પૈસા આપવા અશક્ય છે. જિલ્લામાં વાઇરલ થયેલા ઑડિયોથી સમગ્ર પંથકમાં વ્યવહાર શબ્દને લાંચન લાગ્યું હોય તેવું. લાગી રહ્યું છે.

Advertisement


 

 

 

 

 

વાત આટલે થી નોતી અટકી, વાઇરલ થયેલા ઑડિયોમાં છેક ઉપર સુધી વ્યવહાર કરવો પડતો હોવાનું આડકતરી રીતે વાતચીત થઇ છે, જોકે આવા લાંચના વ્યવહારો કેચલે સુધી પહોંચે છે અને શિક્ષણ વિભાગમાં કોણ કોણ સંડોવાયેલું છે તે તપાસનો વિષય છે.

જીલ્લા શિક્ષણાધીકારી ગાયત્રી બેન પટેલના જણાવ્યા અનુસાર

અરવલ્લી જીલ્લા શિક્ષણાધીકારી ગાયત્રીબેન પટેલે સાથે સાતરડા ગામની રાધાકૃષ્ણ વિદ્યામંદિરના આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવા અંગે ટેલીફોનીક પૂછપરછ કરતા તેમને જણાવ્યું હતું કે સ્કૂલના આચાર્યને સંચાલક મંડળે સસ્પેન્ડ કર્યા છે તેમજ સંચાલક મંડળને સમગ્ર મામલે ખુલાસો કરવા નોટીસ આપી છે હાઈસ્કૂલનો વહીવટ સરકાર હસ્તક કરવા દરખાસ્ત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.