મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : કોરોના મહામારી વચ્ચે પણ કોર્પોરેશન દ્વારા શહેરમાં અનેક વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે. જોકે આવા કામો દરમિયાન કેટલીક જગ્યાએ રૂપિયાનો વ્યય પણ થતો હોય છે. ત્યારે મનપા તંત્રની આવી જ એક ભૂલનો જાગૃત નાગરિકે વિડીયો બનાવ્યો હતો. જેમાં પેવર બ્લોક સારા હોવા છતાં તેને બદલવામાં આવતા હોવાનું સામે આવતા લોકોમાં કોર્પોરેશનની ઘોર બેદરકારીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.

વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, શહેરમાં રોડની બાજુમાં આવેલ ફૂટપાથ પર સારા પેવર બ્લોકને પણ બદલવામાં આવી રહ્યા છે. જેને લઈને જાગૃત નાગરિક દ્વારા મનપાના શાસકો સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. અને રાજકોટવાસીઓએ ભરેલ ટેક્સના પૈસા ખોટી રીતે વેડફવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.