મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ચીનમાં ફેલાયેલો કોરોન વાયરસ હવે દુનિયા માટે મોટું જોખમ બની રહ્યો છે. એશિયાના ઘણા દેશોમાં આ વાયરસના ફેલાવાની માહિતી મળી છે અને દુનિયાભરના દેશો હાલ સતેજ થઈ ગયા છે. આ ઉપરાંત વાયરસે અત્યાર સુધી 9 લોકોના ભોગ લીધા છે. વૈશ્વિક સ્વાસ્થ્ય એજન્સીઓ આ બીમારી ફેલાતી રોકવાની કામગીરીમાં લાગી ગઈ છે. ભારતમાં પણ આ બીમારીને લઈને એલર્ટ છે. દેશના 7 એરપોર્ટ પર ચીન અને હોન્ગ કોન્ગથી આવતા લોકોની થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહી છે.

કોરોન વાયરસ પર ભારત પણ સતેજ થઈ ગયું છે. નાગરિક પ્રતિબંધ મંત્રાલયએ મંગળવારે દેશના 7 એરપોર્ટ ચેન્નાઈ, બેંગાલુરુ, હૈદરાબાદ, કોચીન, દિલ્હી, મુંબઈ અને કોલકત્તાને ચીન અ અને હોન્ગ કોંન્ગથી આવનારા યાત્રિની થર્મલ સ્ક્રીનિંગનો આદેશ આપ્યો છે. એરલાઈન્સના કર્મચારી આ હેલ્થ કાઉન્ટર પર લોકોને લાવશે. જો કોઈ શખ્સ કે વિમાન કર્મચારીમાં વાયરસથી જોડાયેલા સંકેતો જોવા મળશે તો આ અંગે મેડીકલ ટીમને જાણકારી આપવામાં આવશે અને તે મંત્રાલય અને એરલાઈન્સ તથા એરપોર્ટ્સને જાણ કરી તુરંત એક્શન પ્લાન પર કામ કરશે.

બીજી બાજુ અમેરિકામાં રોગ નિયંત્રણ કરતાં વિભાગના અધિકારીએ કહ્યું હતું કે, વોશિંગટનમાં આ વાયરસથી પીડિત એક શખ્સની ઓળખ થઈ છે. તે શખ્સ હાલમાં જ ચીનની યાત્રાથી પરત આવ્યો હતો. દક્ષિણ કોરિયા, જાપાન અને થાઈલેન્ડમાં પણ આ ખતરનાક વાયરસથી પીડિત 4 કેસ સામે આવ્યા છે. તાઈવાનનો એક બિઝનેસમેન પણ આ વાયરસનો શિકાર બન્યો છે. તે થોડા જ દિવસ પહેલા ચીનના વુહાન પ્રાંતની યાત્રાથી આવ્યો હતો.

ડબ્લ્યૂએચઓ દ્વારા પણ મંગળવારે તે અંગે ચર્ચા કરાઈ વૈશ્વીક ઈમર્જન્સી જાહેર કરાઈ હતી. કોરોન વાયરસ સામાન્ય રીતે જાનવરોમાં મળે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ઘણીવાર જાનવરોથી તેનો સંચાર માણસોમાં પણ થાય છે. તે વાયરસ ગ્રસ્ત થવાથી શ્વાસ સંબંધિત ગંભીર બિમારીઓ થઈ શકે છે. તેની કોઈ ખાસ ઈલાજની શોધ હજુ થઈ શકી નથી. કોઈ વખત બીમારીના લક્ષણ ખુદ જાતે જ ખત્મ પણ થઈ જતા હોય છે. અધિકારીઓએ કહ્યું કે, આ ખતરનાક વાયરસ લાળથી પણ ફેલાઈ રહ્યો છે. ચીનની નેશનલ હેલ્થ કમિશનએ મંગળવારે કહ્યું કે તેણે અત્યાર સુધી કોરોન વાયરસ આવી પ્રકારનો નથી જોયો જે મનુષ્યોમાં ફેલાતો હોય. કહેવાઈ રહ્યું છે કે આ વાયરસ લાળથી ફેલાઈ રહ્યો છે.

મહત્વના મુદ્દા જે જાણી લો
- પુરા એશિયામાં અંદાજીત 325 લોકો આ ઘાતક વાયરસથી પીડિત છે, તેમાં 20 હેલ્થ કર્મચારી પણ શામેલ છે. 
- 6 લોકોના મોતની પૃષ્ટી આ વાયરસને કારણે થઈ છે 
- ઉત્તર કોરિયાએ પોતાના દેશમાં પણ પર્યટકોને એન્ટ્રી પર અસ્થાયી પ્રતિબંધ મુક્યો છે 
- ચીનએ વુહાનની એક કરોડથી વધુની જનતાને શહેર ન છોડવાની અપીલ પણ કરી છે. 
- અમેરિકાની નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થ આ વાયરસની વેક્સીન પર શોધ કરી રહી છે પરંતુ મનુષ્યો પર તેના પરીક્ષણમાં હજુ મહિનાઓ લાગી શકે છે. 
- પર્યટનની મોટાભાગની આવક ધરાવતા દેશોના શેર બજાર પર પણ તેની અસર થઈ છે. ચીનમાં પણ હાલ પર્યટકોનું જવાનું ઘટી જતાં તેની આવકમાં પણ ફેર પડી ગયો છે. 
- આ બીમારીની તપાસ કરી રહેલા એક જાણિતા ચીની ડોક્ટર પણ તેની ઝપેટમાં આવી ગયા છે.