મેરાન્યૂઝ નેટવર્ક.લખનઉઃ કોરોના મહામારી વચ્ચે ચાલતા ફળફળાદીના ક્ષેત્રમાં શાકભાજી અને ફૂલના પાકમાં પણ નુકસાનોનો પારો પણ ઉપર જતો જાય છે. હાલની સીઝનના ધંધાનો જીવ ગણાતી કેરીના ધંધા પર પણ સંકટ ફરી રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કોરોના સંક્રમણ વધી રહ્યું છે જેમાં જુનમાં સંક્રમણ ચરમ સીમા પર હોવાની આશંકા છે.

જો લોકડાઉન વધુ વધ્યું તો કેરીનો ધંધો મુશ્કેલમાં પડી જશે. અંદાજીત 1000 કરોડ રૂપિયા અહીં દાંવ પર લાગ્યા છે. આ આર્થિક સંકટથી બહાર નીકળવું ખેડૂતો માટે પણ એટલું જ પડકાર જનક રહેશે. જો લોકડાઉન ખુલી જાય છે અને યોગ્ય રીતે બજાર પણ મળી જાય તો નુકસાનની થોડી ગણી ભરપાઈ થઈ શકે તેમ છે, પરંતુ બીજી બાજુ લોકોના જીવનું જોખમ પણ એટલું જ છે.

મેંગો ગ્રોવર એસોશિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ઈંશરામ અલી કહે છે કે મલિહાબાદ બોર્ડમાં 30 હજાર હેક્ટરમાં સામાન્ય પાક થાય છે. તેમાં પ્રતિવર્ષ સરેરાશ છ લાખ મેટ્રીક ટનનું ઉત્પાદન થાય છે.

પરંતુ આ વર્ષે વાતાવરણની નારાજગી પહેલાથી જ પાક પર અસર કરી ગઈ હતી.  તે છતાં કેરીનું પ્રોડક્શન એટલું યોગ્ય રીતે બજારને મળી જાય તે 1000થી 1200 કરોડની આવક થશે. ધંધો ચૌપટ થયો તો ખેડૂતોના હાલ બેહાલ છે.

દુનિયાભરમાં અલગ અલગ મીઠાસ માટે જાણીતી મલિહાબાદ દશેરીનો દેશની જે પ્રમુખ મંડીઓથી સૌથી વધુ ધંધો થાય છે તે બધા રેડ ઝોનમાં છે. ક્ષેત્રના મોટા ધંધાદારી તથા દિલ્હી મંડીથી જોડાયેલા મીનૂં વર્મા કહે છે કે 200 કરોડથી વધુ ધંઢો દિલ્હીની મંડીથી થાય છે. મૌસમને કારણે આ વખતે 30 કે 40 ટકા કેરીનો પાક છે અને હાલ તૈયાર બાગ પણ નથી વેચાઈ રહ્યા. આ વખત નિકાસની આશા પણ દેખાઈ રહી નથી.