મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ચીનના વુહાનની જે લેબ પર કોરોના વાયરસ ફેલાવાનો આરોપ લાગ્યો છે તે લેબને અમેરિકાએ રિસર્ચ માટે 29 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપી છે. ડેલી મેલએ રવિવારે પોતાની રિપોર્ટમાં આ ખુલાસો કર્યો છે કે અમેરિકાની સરકારી એજન્સી નેશનલ ઈંસ્ટીટ્યૂટ ઓફ હેલ્થએ વુહાનના ઈંસ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીને 3.7 મિલિયન ડોલર (અંદાજીત 29 કરોડ રૂપિયા)ની આર્થિક મદદ કરી છે.

બેટ (ચામાચીડિયા) પર સંશોધન માટે સહાય
યુ.એસ.એ આ નાણાકીય સહાય પુરી પાડી છે જેથી લેબ સંશોધન કરવાનું ચાલુ રાખી શકે કે ગુફાઓમાં રહેતા બેટ્સ દ્વારા કોરોના વાયરસ ફેલાય છે કે નહીં. અમેરિકાના આ પગલાની દેશમાં જ ટીકા થઈ રહી છે. ત્યાંના સાંસદોએ આ સહાયનો વિરોધ શરૂ કર્યો છે.

હજાર માઇલ દૂર યુનાનથી બેટ્સને પકડ્યા 
વૈજ્ઞૈનિકો માને છે કે તે માત્ર બેટ દ્વારા જ કોરોના ચેપ માનવ શરીરમાં પ્રવેશ્યો છે. ચીનની ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીએ વુહાનથી આશરે એક હજાર માઇલ દૂર યુનાનથી કેટલાક બેટ પકડ્યા છે અને તેના પર સંશોધન કરવામાં આવી રહ્યું છે. આ પ્રયોગ ચાલુ રાખવા માટે યુ.એસ. સરકારે લેબમાં 29 કરોડ રૂપિયા આપ્યા છે.

વાયરસ ગુફાઓમાં રહેતા બેટથી ફેલાયો
કોરોના વાયરસના જીનોમ પર સંશોધન કર્યા પછી, વૈજ્ઞાનિકોએ નિષ્કર્ષ કાઢયો છે કે યુનાન પ્રાંતની ગુફાઓમાં રહેતા બેટસમાં વાયરસ પ્રથમ વખત જોવા મળ્યો હતો. અહીંથી કોરોના વાયરસ વુહાનના માંસના બજારમાં પહોંચ્યો અને પછી અહીંથી તેનો ચેપ સમગ્ર વિશ્વમાં ફેલાયો.

અમેરિકામાં વિરોધ શરૂ 
અમેરિકાની આર્થિક સહાયની માહિતી બહાર આવ્યા પછી જ અમેરિકામાં આનો વિરોધ શરૂ થયો છે. રિપબ્લિકન સાંસદ મેટ ગેટ્ઝે જણાવ્યું હતું કે, દુઃખની વાત છે કે વર્ષોથી અમેરિકા વુહાનની લેબને મદદ કરી રહ્યું છે. જ્યાં પ્રાણીઓ પર ક્રૂર પ્રયોગો થાય છે. સંભવ છે કે યુ.એસ. પણ ચીનમાં આવી બીજી લેબ વિશે વાકેફ છે.