મેરાન્યૂઝ નેટવર્ક.ટેક્સાસઃ કોરોના કાળમાં માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર એ લોકોની જીંદગીનો એક ભાગ બની ગયો છે. લગભગ દરેક વ્યક્તિ હાલ માસ્ક, હેન્ડ સેનિટાઈઝર વગેરે જેવી ચીજો વાપરે છે. પરંતુ હેન્ડ સેનિટાઈઝર સાથે જોડાયેલી આ ઘટના અંગે જાણ્યા પછી આપ તેને વાપરવામાં સાવધાની રાખશો તે નક્કી છે. આ ઘટના છે અમેરિકાના ટેક્સાસની, જ્યાં એક મહિલા હેન્ડ સેનિટાઈઝરના કારણે આઈસીયુના બેડ પર પહોંચી ગઈ છે અને સ્વસ્થ થવાની રાહ જોઈ રહી છે. કથિત રીતે મહિલા એક મીણબત્તી સળગાવવાના પ્રયત્ન કરી રહી હતી અને હેન્ડ સેનિટાઈઝરના કારણે તેમાં બ્લાસ્ટ થઈ ગયો અને આગની ઝપેટે તે આવી ગઈ હતી.

રાઉંડ રોકમાં રહેતી કેટ વાઈસએ કહ્યું કે રવિવારે તેમણે હેન્ડ સેનિટાઈઝર લગાવ્યું, જેને તે ખુદને અને પોતાની ત્રણ દીકરીઓને કોરોના વાયરસના સંક્રમણને દૂર રાખવા માટે વાપરતી હતી. આ દરમિયાન જ્યારે એક મીણબત્તી સળગાવવાનો પ્રયત્ન કર્યો તો આગ તેના હાથમાં લાગી ગઈ હતી.

તે આગળ કહે છે કે, મીણબત્તી સળગાવવા માટે થોડી જ આગ જોઈતી હતી, પણ હેન્ડ સેનિટાઈઝરના કારણે તે તણખો ફેલાઈ ગયો અને તે તેની ઝપેટમાં આવી ગઈ હતી. ખરેખર, તેમના પુરા હાથમાં સેનિટાઈઝર લગાવેલું હતું. તે કહે છે કે, આગની જ્વાળાઓ સેનિટાઈઝરની બોટલના સંપર્કમાં આવી ગઈ અને ધડાકો થયો અને તે મારા ચહેરા પર આવી ગયો. પાંચ સેકન્ડમાં જ મારું આખું શરીર આગમાં લપેટાઈ ગયું.

દીકરીઓ ભાગી મદદ માટે

તેમણે કહ્યું કે, બે બાળકીઓ મદદ માટે પડોશીઓ પાસે દોડી ગઈ. જ્યારે કેટ પોતાના સળગતા કપડાઓ કાઢવા લાગી અને દિવ્યાંગ દીકરી તથા પાળતૂ પ્રાણીને ઘરથી બહાર નીકાળી દેવામાં સફળ રહી હતી. હવે દ રાઉંડ રોક ફાયર ડિપાર્ટમેન્ટ આગ લગવાના કારણોને લઈને તપાસ કરી રહ્યું છે. હેન્ડ સેનિટાઈઝર જ્વલંતશિલ પદાર્થ હોય છે. તેથી તેનો ઉપયોગ ખુબ જ સાવધાની પૂર્વક કરવો.