મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ ભારતમાં હવે કોરોનાની એન્ટ્રી થઈ ચુકી છે. ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર પણ કોરોના જેવી ગંભીર દહેશતને પહોંચી વળવા માટે વિવિધ પગલા લઈ રહ્યા છે. ગુજરાતમાં વધુ બે શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે. વડોદરામાં આ બંને શંકાસ્દ કોરોના વાયરસના દર્દીઓને સયાજી હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે. તેમના લોહીના નમુનાઓ પણ પરિક્ષણ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ વાયરસના કહેરને પગલે સરકારે લોકોમેળાઓ ન કરવાની સલાહ આપી છે. હાલમાં લોકગાયક કીર્તિદાન ગઢવીનો અમેરિકાનો 20 દિવસનો પ્રવાસ પણ કોરોનાને કારણે રદ્દ થયો છે.

હાલ અમેરિકામાં પણ કટોકટી જાહેર કરાઈ છે. જાહેર કાર્યક્રમો રદ્દ કર્યા છે. બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા પણ હાલમાં પોતાના કાર્યક્રમોને રદ્દ કરવામાં આવ્યા છે. વડોદરામાં સામે આવેલા કેસમાં અમેરિકાના પ્રવાસથી પરત આવેલા 65 વર્ષીય વૃદ્ધમાં આ શંકાસ્પદકેસ જોવા મળ્યા છે. તે અમેરિકા ફરવા ગયા હતા અને ત્યાંથી પરત આવ્યા બાદ તબીયત લથડી હતી. શરદી, ખાંસી, તાવ, જેવા લક્ષણો જોવા મળ્યા છે.