મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: લોકડાઉન-૧ માં કોરોના સામે સંપૂર્ણ સલામત રહેલો અરવલ્લી જિલ્લામાં લોકડાઉન-૨ માં કોરોનાગ્રસ્ત વિસ્તારમાંથી લોકો પ્રવેશતા કોરાના વિસ્ફોટ થતા ૨૪ કલાકમાં ૨૫ લોકો કોરોનાનો શીકાર બન્યા હતા. દરમ્યાન લોકડાઉન-૩માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા ટેસ્ટીંગ વધારી દેવાના કારણે કોરોનાના સંક્રમણ ઉપર તંત્રને કાબુ મળ્યો હોય તેવી સ્થિતિ ઉભી થઈ હતી. પરંતુ છુટછાટવાળું લોકડાઉન-૪ અને ત્યાર બાદ કેટલાક દિવસથી અનલોક-૧ ચાલી રહયું છે. જેમાં મોડાસા શહેર અને જિલ્લામાં લોકો ભયમુક્ત થઈને બેફામ અવર  જવર કરી રહયા છે. જેના પગલે મોડાસા શહેર અને જિલ્લામાં વધુ ૨ લોકો કોરોનાગ્રસ્ત બનતાં જિલ્લામાં કોરોનાનો આંક ૧૨૮ પર પહોંચ્યો છે.

અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધી ૧૦૯ લોકો કોરોના સામે જંગ જીત્યા છે ત્યારે ૭ લોકોને કોરોના ભરખી ગયો છે. મોડાસા શહેરમાં લોકલ સંક્રમણ અને કોમ્યુનીટી ટ્રાન્સમિશનનો ખતરો હોવા છતાં લોકો કોરોના સામે સાવચેતી દાખવવાના બદલે બેદરકાર જણાઈ રહ્યા છે. ત્યારે શનિવારના રોજ અરવલ્લીમાં વધુ બે કેસ કોરોના પોઝીટીવ નોંધાયા હતા. જેમાં મેઘરજ તાલુકાના તરકવાળા ગામના ૭૦ વર્ષિય પુરુષનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જ્યારે અમદાવાદના વ્રજ રેસીન્ડસીના રહેવાસી પરંતુ મોડાસાની આદર્શ સોસાયટી ખાતે આવેલા ૩૦ વર્ષિય યુવકને કોરોના પોઝીટીવ આવતાં મોડાસા શહેરનો આંકડો ૪૩ પર પહોંચ્યો છે. જ્યારે જિલ્લામાં આજ સુધી કુલ ૧૨૮ કેસ નોંધાયા છે. જો કે તંત્ર દ્વારા મોડાસાની આદર્શ સોસાયટી તેમજ મેઘરજના તરકવાડાને કન્ટેઈમેન્ટ ઝોન જાહેર કરવા માટે તજવીજ હાથ ધરી દીધી છે.