મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કોરોનાના કેસમાં છેલ્લા કેટલાક દિવસોથી સંક્રમણના નવા કેસ એકવાર ફરી ઝડપથી વધી રહ્યા છે. કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુ સહિત ઘણા રાજ્યોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો કોરોના મહામારીની ત્રીજી લહેરનો સંકેત હોઈ શકે છે. ભારતમાં કોરોનાના નવા કેસની તુલનામાં કોરોનાના દર્દીઓનના સારા થવાનો રિકવરી રેટ ઘટી રહ્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 45 હજારથી વધુ કેસ સામે આવ્યા છે જ્યારે 35 હજારથી વદુ કોવીડ દર્દી સારા થયા છે. ત્યાં જ 460 કોરોના દર્દીઓના મોત થયા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં સતત પાંચમા દિવસે વધારો જોવા મળ્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આજે (રવિવારે) એટલે કે 29મી ઓગસ્ટ 2021ની સવારે જાહેર કરાયેલા આંકડાઓ મુજબ ગત 24 કલાકમાં 460 કોરોના દર્દીઓના મોત પછી મૃતકોની કુલ સંખ્યા વધીને 4,37,830 થઈ ગઈ છે. ત્યાં જ દેશમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 3,68,558 થઈ ગઈ છે. દર્દીઓના સારા થવાનો રાષ્ટ્રીય દર ઘટીને 97.53 ટકા થઈ ગયા છે. ગત 24 કલાકમાં સૌથી વધુ નવા કેસ કેરળમાં 31265, મહારાષ્ટ્રમાં 4831, તમિલનાડુમાં 1551, આંધ્ર પ્રદેશમાં 1321 અને કર્ણાટકમાં 1229 કેસ નોંધાયા છે. અન્ય રાજ્યોમાં આંકડા આ પાંચ કરતાં ઓછા છે.