મેરાન્યૂઝ નેટવર્ક. વોશિંગ્ટન:અમેરિકામાં ભારતીય મૂળની માત્ર 14 વર્ષની કિશોરી, અનિકા ચેબ્રોલુએ કોરોના વાયરસના ચેપથી છૂટકારો મેળવવા માટે મદદરૂપ સારવાર શોધી કાઢી છે. અનિકાએ તેના સંશોધન માટે 25 હજાર ડોલર એટલે કે લગભગ 18 લાખ રૂપિયાનું ઇનામ જીત્યું છે.

આ જીવલેણ વાયરસ તેના પ્રોટીન દ્વારા ચેપ ફેલાવે છે. અનિકાએ જણાવ્યું કે ગયા વર્ષે ઈન્ફલ્યુએન્ઝાના કારણે તે ગંભીર બની હતી. તેથી તે તેના માટે કોઈ ઈલાજ શોધવા માંગતી હતી.

કોરોના રોગચાળો શરૂ થયા પછી, તેમણે ઇલાજ શોધવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. અનિકા સહિત 10 સ્પર્ધકોએ અમેરિકન કંપની થ્રાઇમ દ્વારા આયોજીત એક સ્પર્ધાની ફાઈનલમાં ભાગ લીધો હતો. અનિકાએ વાયરસના ફેલાવા માટે જવાબદાર પ્રોટીનને નિષ્ક્રિય કરવા માટે એક પરમાણુ શોધી કાઢ્યું છે. અનિકાએ ઇન-સિલિકો પ્રક્રિયાનો ઉપયોગ કરીને આ પરમાણુ શોધી કાઢ્યું  જે સાર્સ કોવિડ -2 વાયરસના સ્પાઇક પ્રોટીન સાથે જોડાય જશે .