મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જિલ્લાના ટીબી ઉપરાંત કોરોના જેવા ભયંકર રોગો સામે લડત આપેલા ટીબી રોગ ના કરાર આધારિત કર્મચારીઓએ સરકારની કોરોના  રસીકરણથી  સુરક્ષિત થવું નથી પણ ટી. બી ના કરારી કોરોના વોરિયર્સને કોરોના વેક્સિનની નહિ પણ અમારા હક આપો તે બાબતે ગુજરાત RNTCP કરાર બદ્ધ કર્મચારી મંડળ દ્વારા અરવલ્લી જિલ્લા ક્ષય અધિકારીને આવેદન પત્ર આપી ને કોરોના રસીકરણ થી દુર રહેશે તેમ જણાવ્યું હતું. 

અરવલ્લી જીલ્લાના RNTCP કર્મચારીઓએ જીલ્લા ક્ષય અધિકારીને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે જીલ્લામાં કરાર આધારીત ટીબી ના કર્મચારીઓ કોરોના ના કપરા સમયમાં લડતા રહીને પોતાની ફરજ અદા કરી છે ત્યારે સરકારની જાહેરાત અનુસાર કોરોનાની રસીથી અમારે સુરક્ષિત થવું નથી પણ અમારા હિસ્સાની રસી કોરોના થી મૃત્યુ પામેલ ડોક્ટર પોલીસના પરિવારજનોને તેમજ કોરોના કાળમાં સતત  પોતાના જોખમે જનજાગૃતિ માટે  સેવાકાર્ય કરતા,પોલીસ ડોકટરો , પત્રકાર મિત્રો અને સદભાવ સંસ્થાના સેવાભાવી જનોને તેમજ  ઝુપડપટ્ટી અને ફૂટપાથ પર વસતા ગરીબ પરિવારોને કોરોના ની રસી મફતમાં આપી ને પોતાના પડતર પ્રશ્નોના માંગ કરી રહ્યા છે. જેમાં સમાન કામ સમાન વેતન આપો કાયમી ના હક સાથે શોષણ તેમજ રોજગારીની સલામતીના હકો તેમજ કરારી તરીકેની સેવામાં નિવૃત્તિના સમયે વળતરના લાભો આપવા સાથે ગુજરાત RNTCP કરારબદ્ધ કર્મચારી મંડળ દ્વારા કરાર આધારિત ટીબી ના કર્મચારીઓએ અરવલ્લી જિલ્લા ક્ષય અધિકારીને આવેદન પત્ર આપી કોરોના ની રસીકરણ થી અળગા રહી કોરોના ની રસી ની જરૂર નથી પણ અમારા હક આપો સાથે માંગ કરી છે.