મેરાન્યૂઝ નેટવર્ક. નવી દિલ્હી : 27 માર્ચે કોરોના પોઝિટિવ મળી આવેલા સચિન તેંડુલકરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેંડુલકરે ટ્વીટ કર્યું, 'તમારી પ્રાર્થના બદલ આભાર. તબીબી સલાહ હેઠળની સાવચેતી તરીકે, મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હું આશા રાખું છું કે થોડા દિવસોમાં ઘરે પાછા આવીશ. કાળજી લો અને બધાને સુરક્ષિત રાખો. '

આ સમાચારની સાથે જ આખી દુનિયામાં ફેલાયેલા સચિનના ચાહકો ખળભળાટ મચી ગયો. 'ક્રિકેટના ભગવાન'ની  વધુ સારા સ્વાસ્થ્યની પ્રાર્થના થઇ રહી છે. 'ભારત રત્ન'ને ટ્વિટર પર લોકોનો પ્રેમ મળી રહ્યો છે. પૂર્વ ક્રિકેટરો પણ ચિંતિત છે.