મેરાન્યૂઝ નેટવર્ક.અમેરિકાઃ કોરોના વાયરસને લીધે ગંભીર રીતે બીમાર પડેલા એક વ્યક્તિએ હોસ્પિટલમાં લગ્ન કર્યા. હોસ્પિટલની નર્સોએ દર્દીના લગ્નની વ્યવસ્થા કરી હતી.આ કેસ અમેરિકાના ટેક્સાસના સાન એન્ટોનિયોનો છે.

કાર્લોસ મુનિઝ નામનો વ્યક્તિ કોરોના વાયરસથી ગંભીર રીતે બીમાર હતો. થોડા દિવસો પહેલા તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ તેની તબિયત નબળી રહી હતી. ડોકટરોના જણાવ્યા અનુસાર, કાર્લોસને સ્વસ્થ થવામાં સમય લાગી શકે છે.

ટેક્સાસની મેથોડિસ્ટ હોસ્પિટલમાં કાર્લોસના લગ્ન થયા હતા. હકીકતમાં, જ્યારે તેને ગ્રેસ સાથે લગ્નનો નિર્ણય લીધો હતો, ત્યાર પછીના દિવસોમાં કાર્લોસ બીમાર પડ્યો હતો. જ્યારે હાલત વધુ બગડતાં તેને આઈસીયુમાં પણ રાખવો પડ્યો હતો.

સીએનએનના અહેવાલ મુજબ, કાર્લોસની કોરોના રિપોર્ટ લગભગ એક મહિનાની ગંભીર માંદગી બાદ નેગેટિવ આવ્યો હતો. જો કે, 42 વર્ષીય કર્લોસને પહેલાં કોઈ બીમારી નહોતી.

ગ્રેસએ કહ્યું કે એક સમયે એવું લાગતું હતું કે તેણે કાર્લોસને ગુમાવી દીધો છે. તે જ સમયે, ગ્રેસએ નર્સને જણાવ્યું હતું કે તેના લગ્ન કોરોનાને કારણે મુલતવી રાખવામાં આવ્યા છે, તેથી નર્સે હોસ્પિટલમાં લગ્નનો વિચાર આપ્યો જેથી કાર્લોસને પ્રોત્સાહન મળી શકે. નર્સો કહે છે કે લગ્ન પછી કાર્લોસમાં પણ સકારાત્મક પરિવર્તન જોવા મળ્યું છે