મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ કોરોના વાયરસનું સંક્રમણ મહારાષ્ટ્રમાં ભયાનક રૂપ લઈ રહ્યું છે. આ દરમિયાનમાં જલગાંવ સિવિલ હોસ્પિટલમાં મોટી બેજવાબદારી સામે આવી છે. અહીં કોરોના પોઝિટિવ 80 વર્ષિય વૃદ્ધ મહિલાની લાશ હોસ્પિટલના બાથરૂમમાંથી મળી છે, જે 2 જુનથી ખોવાઈ ગઈ હતી. હોસ્પિટલ મુજબ, 1 જુને મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેના બીજા જ દિવસે એટલે કે 2 જુને જાણકારી મળી કે તે મહિલા ગુમ થઈ ગઈ છે. પોલીસમાં મહિલાના ખોવાયાની રિપોર્ટ પણ દાખલ કરવામાં આવી હતી. ત્યાં હવે હોસ્પિટલમાંથી તે મહિલાની લાશ મળી આવતા હડકંપ મચી ગયો છે.

જાણકારી મુજબ, જલગાંવ સિવિલ હોસ્પિટલ (જેસીએચ)ના અધિકારીઓ અને પરિવારે પોલીસને મહિલાની 2 જુને ગુમ થયાની સૂચના આપી હતી. જિલાપેઠ પોલીસ મથકમાં વરિષ્ઠ નિરિક્ષક અકબર પટેલે કહ્યું કે, તે પછી અમે ભુસાવલમાં પુરી તપાસ કરી, સગા-સંબંધીઓની હાજરીમાં તમામ રોગીઓના રજિસ્ટર, સીસીટીવી ફૂટેજ તપાસ્યા પણ પછી 6 જુનએ ફરિયાદ કરાઈ કે વૃદ્ધ મહિલા 27 મેએ કોરોના પોઝિટિવ હોવાની જાણકારી મળી હતી અને તેને જેસીએચમાં શિફટ થયાથી પહેલા બીજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તપાસના માટે પોલીસની ટીમને મોકલાઈ હતી.

જેસીએચના અધિકારીઓએ પૃષ્ટી કરી છે કે મહિલાને 2 જુન સુધી વોર્ડમાં જોવાઈ હતી, જે પછી તે ગુમ હતી. પટેલે કહ્યું કે આખરે, આજે હોસ્પિટલના બાથરુમમાંથી ઘણી દુર્ગંધ આવતી હતી અને અમને ત્યાં તપાસ કરતાં મહિલાની લાશ મળી હતી. અમે પરિવારને આ અંગે સૂચના આપી દીધી હતી.

જલગાંવ ડીએમ અવિનાશ ડાંગેનું કહેવું છે કે આ ઘણો ગંભીર મામલો છે, આ મોટી બેજવાબદારી છે. હોસ્પિટલના બાથરૂમ દિવસમાં બેથી ત્રણ વાર સાફ કરાય છે છતાં કોઈએ આ બાથરૂમમાં પડેલી મહિલાની લાશને આટલા દિવસો સુધી કેવી રીતે જોઈ નહીં. અમે આ મામલાની તપાસ કરીશું અને સખ્ત કાર્યવાહી કરીશું.

એક વીડિયો સંદેશમાં મહિલાના દુઃખી પૌત્રએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને અપીલ કરી છે કે તે આ ઘટનાની તપાસ કરવાના આદેશ આપે અને દોષિતને દંડ કરે. ગત ત્રણ દિવસોમાં ખોવાયેલા કોરોના સંક્રમિત દર્દીના મૃત મળવાનો આ બીજો કેસ સામે આવ્યો છે, જે રાજ્ય અને સ્વાસ્થ્ય અધિકારીઓને હેરાન કરી મુકશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ મે મહિનામાં આવી જ એક ઘટના બની હતી. હોસ્પિટલમાં દાખલ એક કેન્સર દર્દીના મૃત્યુના પાંચ દિવસ પછી તેના પરિજનોને કોઈ સૂચના આપવામાં આવી ન હતી. આ હાલ ત્યારે હતો જ્યારે દર્દીના ઘરનાઓ દરરોજ આવીને હોસ્પિટલમાં દર્દીની તબીયત અંગે પૃચ્છા કરતાં હતા. કેન્સર દર્દીના પરિવારજનોએ સિવિલ હોસ્પિટલ પર આરોપ લગાવ્યો હતો કે તેમણે દર્દી અંગે ત્યારે જાણકારી આપવામાં આવી જ્યારે તેમની લાશ હોસ્પિટલના મુર્દાઘરમાં રાખેલો મળ્યો. 54 વર્ષિય મૃતક પોરબંદરના રહેવાસી હતા.