મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના આંકડા શું છે, કોરોના સામે સરકાર શું કામગીરી કરી રહી છે, સારવારને લગતા આંકડા, કોરોના ક્યારે જશે, રોજ કોરોનાને લગતી બાબતો અંગે જે સવાલ ઊભા થાય તેના જવાબ હવે સરકાર લાઈવ થઈને નહીં આપે. મતલબ કે અત્યાર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, અશ્વિની કુમાર સીએમ અગ્રસચિવ, ગુજરાતના પોલીસ વડાા શિવાનંદ ઝાએ ફેસબુક લાઈવથી કરવામાં આવતા બ્રિફીંગને બંધ કરી દીધું છે. કોરોના અંગેની રોજની અપડેટથી વાકેફ કરાવતા આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ પણ હવે મીડિયા બ્રિફિંગ બંધ કરી દીધું છે.

પહેલા મીડિયા સાથે પત્રકાર પરિષદમાં સામે સવાલો થતાં હતા જે પછી ફેસબુક લાઈવ કરી સવાલો ટળી ગયા અને સોશિયલ ડિસ્ટન્સીંગ પણ જળવાઈ ગયું. આમ એક કાંકરે બે પંખી ગયા. પછી હવે સરકાર દ્વારા આ ફેસબુક લાઈવ દ્વારા અપાતી માહિતીને પણ બંધ કરી દેવાઈ છે અને હવે માત્ર પ્રેસનોટ દ્વારા આંકડાકીયથી માંડી કોરોનાની અન્ય માહિતી આપવામાં આવશે તેવું શરૂ કર્યું છે.

અત્યાર સુધી દિવસમાં ત્રણ ત્રણ વખત અલગ અલગ બાબતોને લઈ સરકાર દ્વારા પત્રકારોને બ્રિફિંગ અપાતું હતું, જેમાં પત્રકારો સરકારને સવાલ પણ કરતાં હતા, જોકે પછી કોરોનાના સંક્રમણને પગલે પત્રકારોનો સામનો કરવાને બદલે અંતે સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાને લઈ લાઈવ બ્રિફિંગ કરવામાં આવતું હતું. જેમાં જનતા દ્વારા પણ સીધા સવાલો થવા લાગ્યા હતા. જોકે જવાબ કોને અને કેટલાને મળ્યો તેની જાણકારી નથી પરંતુ આ દરમિયાન ભારે સવાલો, મુદ્દાઓ, ચર્ચાઓનો વરસાદ થઈ જતો હતો.

લોકડાઉન સંદર્ભે પોલીસ વડા શિવાનંદ ઝાએ મીડિયાને માહિતી આપવાનું બંધ કર્યું જે પછી શનિવારે આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ પણ ફેસબુક દ્વારા કરવામાં આવતું લાઈવ બ્રિફિંગ અટકાવ્યું છે. હવે ગત રોજ જ સીએમ સચિવ અશ્વિની કુમારે પણ આ બ્રિફિંગ બંધ કરી દીધું.  હાલમાં જ ર્જ્યમાં ટેસ્ટીંગ ઘટાડવા, કેસ ઘટાડવા, મૃત્યુઆંક, લોકડાઉનની છૂટછાટ, સરકાર દ્વારા કરવામાં આવતી કામગીરી, સરકારની જવાબદારીઓ વગેરે બાબતોને લઈને ઉહાપોહ મચ્યો હતો. જોકે હવે સાંભળવામાં આવી રહ્યું છે કે, સરકાર કોરોના સિવાય અન્ય બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરવા માગી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.