મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ કોરોનાને લઈને ૨૧ દિવસનું લોક ડાઉન થયા બાદ હવે ગુજરાતમાં કામ કરતા રાજસ્થાની અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોની હાલત બદતર બની ગઈ છે લોકડાઉનના પગલે સરકારી અને ખાનગી ટ્રાન્સપોર્ટશન પર પાબંધી લગાવી દેવામાં આવતા ગુજરાતમાં રોજગારી મેળવતા રાજસ્થાની શ્રમિકોની હાલત દયનિય બની છે લોકોએ ડર ના માર્યા વતન તરફ પગ માંડતા હાલ અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાના માર્ગો પર પદયાત્રીઓ ચાલતા હોય તેવી સ્થિતિની નિર્માણ થયું છે બંને જીલ્લાનું પોલીસતંત્ર, અરવલ્લી જીલ્લાના ધારાસભ્યો સહીત વિવિધ સેવાકીય સંસ્થાઓ અને યુવાવર્ગ શ્રમિકોને આશરો આપવાની સાથે ચા-નાસ્તા અને ફૂડ પેકેટની વ્યવસ્થા કરવાની સાથે વિતરણ કરી માનવતાના ઉદાહરણ પુરા પાડી રહી છે પરંતુ પદયાત્રીઓની સેવા કરતા કેટલાક યુવકો અને સંસ્થાઓના સદસ્યો પૂરતા પ્રમાણમાં કાળજી લેતા નથી અને સેવાના ઉત્સાહના અતિરેકમાં મોઢા પર માસ્ક કે રૂમાલ પણ બાંધતા ન હોવાથી કોરોના સંક્રમિત થવાનો ભય પેદા થયો છે

કોરોના વાઈરસથી સંક્રમિત દર્દીને પ્રથમ દિવસથી ૧૪ દિવસ દરમિયાન લક્ષણ દેખાતા હોય છે કેન્દ્ર સરકારે કોરોનાનો કહેર વધતા હવે ૨૧ દિવસ માટે લોક ડાઉન કરી દેવાયું છે ત્યારે અમદાવદ, ગાંધીનગર,નડિયાદ સહીત ગુજરાતના જિલ્લાઓમાં કામ કરતા કામદારો તથા હોટલોમાં કામ કરતા વેઈટરો અને રસોઈયાઓને રજાઓ આપી દેવામાં આવી છે. મૂળ રાજસ્થાનના અને ગુજરાતમાં કામ ધંધા માટે આવેલા આ લોકો ટ્રાન્સપોર્ટ સુવિધા બંધ થવાથી અટવાયા છે.જેને લઈને તેઓએ વતન તરફ ચાલતી પકડાતા અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાના માર્ગો પર કીડિયારું ઉભરાયું હોય તેવી સ્થિતિ પેદા થઈ છે શ્રમિકોની વ્હારે પોલીસતંત્ર,વહીવટી તંત્ર સેવાકીય સંસ્થાઓ અને યુવાવર્ગ દ્વારા પગપાળા શ્રમિકોને પાણી ચા-નાસ્તા અને ભોજનની સુવિધા પુરી પાડી રહ્યા છે અને કેટલાક સ્થાનિક લોકો પોલીસનો સહકાર લઈને પોતાના ટ્રક અને આઈશર ગાડીઓમાં પગપાળા લોકોને  રાજસ્થાન સરહદ સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે સેવાકીય કર્યો કરતા લોકો અને પગપાળા પસાર થતા શ્રમિકો કોરોના અંગે નિષ્કાળજી દાખવી રહ્યા હોય તેમ કોઈ પણ પ્રકારની સાવચેતી ન દાખવતા સેવા કરવા જતા કોરોના ઘર કરી જાય તેવી દહેશત પેદા થઈ છે સેવાકીય કાર્યો કરતા લોકો સેવા કરવાની સાથે સતર્ક રહેવાની ખુબ જરૂર હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.