મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતમાં લોકડાઉન 5ની રુપરેખામાં છૂટછાટો આપવામાં આવી છે, જોકે સરકારે લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરવા જણાવ્યું છે છતાં હાલ રોડ રસ્તાઓ પાસે જ્યાંત્યાં લોકો ભીડ કર્યા વગર રહી શક્તા નથી. હાલ છૂટછાટો પછી આજે એક જ દિવસમાં પાંચસો કેસ આવતા ચકચાર મચી છે. ગુજરાતમાં 24 કલાકમાં 485 કેસ વધ્યા છે. જેને પગલે કુલ કેસ 18117 થયા છે અને આજના દિવસ દરમિયાન 30 લોકોના મોત થયા છે. ગુજરાતમાં કુલ 1122 લોકો કોરોના સામે હારીને મોતને ભેટ્યા છે. 318 દર્દીઓ આજના દિવસમાં સાજા થઈ ગયા છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ 485 કેસોમાંથી અમદાવાદમાં 290 કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 77, વડોદરામાં 34 અને ગાંધીનગરમાં 39 કેસો નોંધાયા છે. જ્યારે ભાવનગર 4, બનાસકાંઠા 10, આણંદ 1, રાજકોટ-અરવલ્લી 2-2, મહેસાણા 4, પંચમહાલ 3, ખેડા-પાટણ 5-5, ભરૂચ 3, સાબરકાંઠા-દાહોદ-જૂનાગઢ-સુરેન્દ્રનગરમાં 1-1 અને નવસારીમાં 2 કેસ નોંધાયા હતા.

30 વ્યક્તિઓનાં મોત નિપજ્યા છે. જેમાં અમદાવાદમાં 22, વડોદરામાં 3, સુરતમાં 2 તેમજ ભાવનગર-કચ્છ અને નવસારીમાં એક-એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આમ કોરોનાને કારણે રાજ્યમાં મોતનો કુલ આંક 1122 થયો છે.