મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ કોરોના વાયરસ થી રાજ્યમાં હાહાકાર મચી ગયો છે ત્યારે જીવના જોખમે ફરજ બજાવતા "કોરોના વોરિયર્સ"ની લોકો પીઠ થપથપાવીને તેમના પર ફૂલોની વર્ષા કરી રહ્યા છે. આ મુશ્કેલીના સમયમાં સમાજસેવી સંસ્થાઓથી લઈને દરેક લોકો પોતોનું યથાયોગ્ય યોગદાન આપી રહ્યા છે. આજે આવા જ એક "યોદ્ધા"ની વાત કરવી છે. તેનું નાનું એવું યોગદાન પણ ખૂબ વિરાટ છે. સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના મયુરભાઈ પંચાલ અરવલ્લી,સાબરકાંઠા અને ગાંધીનગર જીલ્લાની સરહદ પર ઉભી કરાયેલી તમામ પોલીસ ચેક પોસ્ટ વિના મુલ્યે સૅનેટાઇઝ કરી આપી પોલીસને સુરક્ષિત રાખવા લૉકડાઉનમાં અનોખી સેવા કરી રહ્યો છે.

કોરોનાનું સંક્રમણ અટકાવવા સમગ્ર દેશ લોકડાઉન છે ત્યારે લોકડાઉનની અમલવારી કરાવવા માટે પોલીસકર્મીઓ ફ્રન્ટ વોરિયર તરીકે ખડેપગે રાઉન્ડ ધી ક્લોક ફરજ બજાવી રહ્યા છે અનેક પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત બન્યા છે કોરોના યોદ્ધા તરીકે કામ કરતાં અરવલ્લી, સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના સરહદો પર ઉભી કરાયેલ ચેકપોસ્ટ પર પોલીસ કર્મીઓને કોરોના સામે રક્ષણ મળે તે માટે પ્રાંતિજ તાલુકાના સલાલ ગામના શ્રી રામ જનરેટર ચલાવતા સેવાભાવી યુવાન મયુરભાઈ પંચાલ દિવસ-રાત તમામ પોલીસ ચોંકીને સમય અંતરે કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર સૅનેટાઇઝ કરી અનોખી સેવા કરી રહ્યા છે ત્રણે જિલ્લાના પોલીસતંત્રમાં  ફરજ બજાવતા પોલીસકર્મીઓએ પોલીસ ચોકી સૅનેટાઇઝ કરી આપવાની સેવાની સરાહના કરી રહ્યા છે.