મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ આજે દેશમાં જ્યારે કોરોનાએ કહેર મચાવ્યો છે ત્યારે તેની સામેની ઝુંબેશમાં મોટા ઉદ્યોગપતિથી લઈ સાવ સામાન્ય માણસ પણ પોતાની શક્તિ મુજબ યોગદાન આપી રહ્યો છે. નાનાં ભૂલકાઓ પણ પોતાના પિગીબેન્ક લઈને પોલીસને આપવા ગયાના દાખલા દેશભરમાંથી સામે આવ્યા છે. તેની વચ્ચે ભારત માટે  ADB (Asian Development Bank)એ લોન આપવાની મંજુરી આપી છે. જેના દ્વારા મંગળવારે કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે ભારત સરકારને ૧.૫ અબજ ડોલર (૧૧,૩૭૦ કરોડ રૂપિયા) ની લોન મંજૂર કરવામાં આવી છે.  

ADBના પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે, “અમે ભારતની COVID-19 સામેની ઝુંબેશને સમર્થન આપવા આ ફંડ આપી રહ્યા છીએ. આ ફંડ ઈમરજન્સી સહાય ભંડોળનોના એક મોટાં પેકેજનો ભાગ છે. અમે તે સુનિશ્ચિત કરીએ છીએ કે સરકાર ભારતના લોકોને, ખાસ કરીને ગરીબ અને આર્થિક નિર્બળ લોકોને અસરકારક સમર્થન આપે છે."

એડીબીનો CARES (COVID-19 Active Response and Expenditure Support) પ્રોગ્રામ આરોગ્ય અને કાળજીની સુવિધાઓમાં સુધારણામાં, તેમજ ગરીબી રેખા હેઠળના પરિવાર, ખેડૂત, આરોગ્ય સંભાળ સહિત 800 મિલિયનથી વધુ લોકો માટે સામાજિક સુરક્ષામાં સીધો ફાળો આપશે. કામદારો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, અપંગ લોકો, ઓછું વેતન મેળવનારા અને રોજમજૂરોને મદદરૂપ થવા માટે CARES પ્રોગ્રામને એડીબીની CPRO (COVID-19 pandemic response option) સુવિધા અંતર્ગત નાણાં પૂરા પાડવામાં આવે છે. 

તેમણે કહ્યું કે, વિકાસશીલ સભ્ય દેશોની COVID-19 ઝુંબેશ માટે એડીબીની 20 અબજ ડોલરની વિસ્તૃત સહાયના ભાગ રૂપે CPROની  સ્થાપના કરવામાં આવી હતી. જેની જાહેરાત 13 એપ્રિલના રોજ કરવામાં આવી હતી. CARES પ્રોગ્રામને મજબૂત બનાવવા અને તેના ગરીબ તરફી આર્થિક પેકેજની અસરકારક ડિલિવરી, દેખરેખ, મૂલ્યાંકન તેમજ તેનાં આરોગ્ય ક્ષેત્ર અને સામાજિક સુરક્ષાને મજબૂત બનાવવા માટે સરકારને સહાય આપવા માટે ૨ મિલિયન ડોલરની સહાય આપવામાં આવશે.

એડીબી સરકારના પ્રયત્નોને સમર્થન આપશે અને અર્થતંત્રને બેઠું કરવા, સરકારી કાર્યક્રમોના દેખરેખ અને મૂલ્યાંકન માટે ક્ષમતા વિકસાવવા તથા ભવિષ્યના આંચકા સામે આર્થિક સ્થિતિમાં સુધારો લાવવા અન્ય વિકાસશીલ  ભાગીદાર દેશો સાથે સંકલન કરશે. આમાં સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો માટે નાણાંના સદઉપયોગ દ્વારા અસરગ્રસ્ત ઉદ્યોગો અને ઉદ્યોગસાહસિકોની આર્થિક નુકસાનની ભરપાઈ શામેલ હશે.

એડીબી સમૃદ્ધ, સમાવિષ્ટ, સ્થિતિસ્થાપક અને સસ્ટેનેબલ એશિયા અને પેસિફિક હાંસલ કરવા પ્રતિબદ્ધ છે, તે આત્યંતિક ગરીબીને નાબૂદ કરવાના તેના પ્રયત્નોને ટકાવી રાખે છે. એડીબી ૪૯ ક્ષેત્રના ૬૮ સભ્ય દેશોની માલીકીની સંસ્થા છે. જેની સ્થાપના ૧૯૬૬માં થઈ હતી.
(Edited By Milan Thakkar)