મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લીના માલપુર પંથકના રૂધનાથપુરા ગામ નજીકથી વાત્રક નદી પસાર થાય છે.આ નદીકાંઠાના જંગલમાં એક સ્પેનીશ કપલ ચાર દિવસ રહસ્યમઈ રીતે રોકાતાં અને તંત્ર આ પ્રકરણે તદ્દન અજાણ હોવાથી ભારે ચકચાર હતી આ અંગેના સમાચાર MeraNewsમાં પ્રસિદ્ધ થતા વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર અને પોલીસતંત્ર હરકતમાં આવ્યું હતું. ભારત ભ્રમણે આવેલું સ્પેનિશ કપલ તો ગોવા જવા રવાના થઈ ગયું હતું ત્યારે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા” જેવો ઘાટ સર્જાતા હાલ આરોગ્ય વિભાગ તંત્ર સ્પેનિશ કપલના સંપર્કમાં આવેલા લોકોને આરોગ્ય વિભાગ તંત્રે સર્વેની કામગીરી હાથધરી સ્પેનિશ કપલના સંપર્કમાં આવેલા લોકોને ૧૪ દિવસ સુધી ઓબ્જર્વેશનમાં રાખવામાં આવ્યા છે.

એક તરફ કોરોના વાયરસે કહેર મચાવ્યો છે.ચીન થી શરૂ થયેલા આ ચેપીરોગ વિશ્વના ૧૧૦થી વધુ દેશાને સંકજામાં લઈ ફફડાટ સર્જી દીધો છે.ત્યારે રાજય સરકાર દ્વારા પણ આ રોગ સામે જરૃરી અટકાયતી પગલા ભરવામાં આવી રહયા હોવાના દાવા કરાઈ રહયા છે.દેશના એરપોર્ટ અને બંદરો ઉપર થર્મલ સ્ક્રીનિંગ હાથ ધરાયું છે. અને વીઝા રદ કરવા જેવાના પગલા આ કોરોના વાયરસને લઈ ભરવામાં આવી રહ્યા છે.

રાજયના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલ ગાઈડ લાઈન મુજબ ચાઈના, હોન્ગકોંગ, થાઈલેન્ડ, ઈટલી અને સ્પેન સહિતના ૧૫ દેશોમાંથી આવતાં દેશવાસીઓનું મેડીકલ પરીક્ષણ હાથ ધરી ૧૪  દિવસ સુધી ઓબઝર્વેશન માં રાખવામાં આવી રહયા છે.અને આવા કોઈપણ વ્યક્તિ કે જે વિદેશમાંથી આવતો હોય તે અંગે તંત્રને જાણ કરવાના આદેશો પણ કરાયા છે.ત્યારે સ્પેનિશ કપલના માલપુરના રૂઘનાથપુરાના વાત્રક ડેમ નજીક ૪ દિવસ રોકાણ કરી રવાના થતા દરવાજે ડૂચા અને ખાળ ઉઘાડા જેવી વિચિત્ર પરિસ્થિતિ અરવલ્લી જિલ્લાના માલપુર પંથકમાં સર્જાતાં સૌ કોઈ ચોંકી ઉઠયા છે અને સબ સલામતની બાંગ પોકારી રહેલ તંત્રની કામગીરી કે કાર્ય પધ્ધતિ સામેજ સવાલો ઉઠ્યા હતા.

માલપુર તાલુકા આરોગ્ય અધિકારી ર્ડો. ગોસ્વામી અને તેમની ટીમે સ્પેનિશ કપલની સંપર્કમાં આવેલા રૂઘનાથપુરા ગામના ગ્રામજનોનો સંપર્ક કરી સમગ્ર વિસ્તારમાં સર્વેની કામગીરી હાથધરી સ્પેનિશ કપલના સંપર્કમાં આવેલા લોકોને ઓબ્જર્વેશન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.

માલપુર તાલુકાના રૂઘનાથપુરા ગામની સીમમાંથી વહેતી વાત્રક નદી કાંઠાના જંગલમાં સ્પેન થી આવેલ એક કપલ રહસ્યમઈ રીતે ચાર દિવસ આ ગાઢ જંગલમાં રોકાયું હતું.ચાર દિવસના રોકાણ બાદ આ સ્પેનિશ કપલ રવાના થઈ રહયું હતું. ત્યારે જ તેઓની ટ્રાવેલર બેન્ઝ ગાડી નદીના કાદવમાં ફસાતાં આ વિદેશીઓને અન્યની મદદની જરૂર પડી અને વન વિભાગના કર્મીઓની મદદથી આ વાહન કાદવમાંથી બહાર નીકળી હતી.