મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ કોરોનાએ આખા વિશ્વને હચમચાવી મૂકી દીધું છે. હાલમાં જ્યાં જોવ ત્યાં બસ કોરોના જ કોરોના સંભળાય રહ્યું છે.કોરોનાના કહેર વચ્ચે સાયક્લોનિક સર્ક્યુલેશનથી ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવ્યો હતો કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદી માવઠું થતા ખેડૂતોનો ખેતરમાં ઉભો અને લણીને રાખેલા પાક બગડી જવાની ભીતિ પેદા થતા ખેડૂતો દયનિય સ્થિતિ વચ્ચે જીવી રહ્યા છે. કમોસમસી વરસાદ પછી વાતાવરણ સતત વાદળછાયું રહેતા માવઠાથી પલળેલા પાકમાં ભારે નુકશાન થશે મોસમે કરવટ બદલાતા ઉનાળાને પ્રારંભે ચોમાસા જેવો માહોલ જોવા મળતા મિશ્ર ઋતુ થી વાઈરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં પણ નોંધપાત્ર વધારો પેદા થવાની દહેશત પેદા થઈ છે.

ગુરુવારે રાત્રે ઉત્તર ગુજરાત સહીત અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં ભારે પલટો આવવાની સાથે અરવલ્લીમાં વીજળીના ચમકારા વચ્ચે કડાકા-ભડાકા સાથે મેઘરાજાએ એન્ટ્રી કરતા કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતરમાં તૈયાર લણીને રાખેલા ઘઉંનો પાક પલળી જતા અને ભારે પવનથી ખેતરમાં રહેલા ઘઉંના પાકના પુળીયા પણ ઉડી ગયા હતા કમોસમી વરસાદથી ખેડૂતોના હાથમાં આવેલ કોળિયો છીનવતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

ખેડૂત અગ્રણી છગનભાઈ પંચાલના જણાવ્યા અનુસાર, કમોસમી વરસાદથી ખેડૂતો વધુ એકવાર લાચાર સ્થિતિમાં આવી ગયા છે કમોસમી માવઠાથી ઘઉંનો પાક પલળી જતા જગત નો તાત ખેડુત ની કફોડી હાલત થઈ છે. દેશભરમાં  લોકડાઉન નો અમલ થઈ રહ્યો છે.ત્યારે ખેડૂત ના ખેતરનો ઉભો તૈયાર પાક  ઘંઉ,ચણા,વરિયાળી,જીરૂ જેવા પાક ને વ્યાપક નુકશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. લોક ડાઉન ના કારણે વિવિધ પાક ને લણવા મજૂર મળતાં નથી અને જગત નો તાત ખેડૂત ચિંતામાં મુકાઈ ગયો છે. કરવું તો કરવું શું..?? ખેડૂત હતાશ બની ભગવાન ભરોસે બેઠો હોવાનું જણાવ્યું હતું.