મેરાન્યૂઝ નેટવર્ક.શ્રીનગરઃ જમ્મૂ કશમીરના શ્રીનગર શેહરમાં શુક્રવારે બે આતંકવાદીઓએ બે પોલીસ કર્મચારીઓને ખુબ નજીકથી ગોળી મારીને તેમની હત્યા કરી દીધી હતી. ત્રણ દિવસમાં આ રીતે બનેલી આ બીજી ઘટના છે. આ ક્ષેત્રના સીસીટીવીમાં ઘટના કેદ થઈ ગઈ હતી. જમ્મૂ કશ્મીર પોલીસના બે કોન્સ્ટેબલ સોહેલ અને મહોમ્મદ યુસુફ શહેરના બાઘટ બાજુલા એશિયાના એક ટી સ્ટોલ પર હતા તે જ વખતે હુમલામાં ઘાયલ થયા અને હોસ્પિટલમાં જ્યારે તેમને લઈ ગયા ત્યારે તેઓ શહીદ થઈ ગયા હતા.

એક પોલીસ અધિકારીનું કહેવું છે કે, હુમલાખોરોની શોધમાં સુરક્ષાદળોના વધુ સધન અભિયાન શરૂ કરી દેવાયા છે. બાઘર બારજુલા એરિયા વધુ સુરક્ષા વાળા એરપોર્ટ રોડ પર છે. શ્રીનગરમાં ગત ત્રણ દિવસમાં આ પ્રકારની બીજી ઘટના ઘટી છે.

આ પહેલા બુધવારે આતંકવાદીઓએ શહેરના હાઈ સિક્યૂરિટી વાળા દુર્ગનાગ એરિયામાં એક રેસ્ટોરાંના માલિકના દિકરાને ગોળી મારીને ઘાયલ કરી દીધો હતો. આ હુમલો યૂરોપીયન યૂનિયન સહિત વિવિધ દેશોના 24 સદસીય પ્રતિનિધિમંડળના જમ્મૂ કશ્મીરના પ્રવાસના થોડા જ કલાકો પહેલા સામે આવ્યો હતો.