મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ પર લાગેલા યૌનશોષણના આરોપોને કાવતરૂ ગણાવનાર વકીલ ઉત્સવ બૈંસે કહ્યું કે, ચીફ જસ્ટિસને આ મામલે ફસાવામાં આવી રહ્યા છે અને તેઓએ પુરાવા કોર્ટને સીલબંધ કવરમાં રજુ કરવામાં આવ્યા છે જેમાં કેટલાંક સીસીટીવી ફુટેજ સામેલ છે. સુપ્રીમના જજ આઇબી ડાયરેકટર, સીબીઆઇ પ્રમુખ અને દિલ્હી પોલીસના કમિશ્નરની સાથે તેમના ચેમ્બરમાં વાત કરી રહ્યા છે. મામલાની સુનાવણી આજે ૩ વાગ્યાથી થશે. કોર્ટે વકીલ ઉત્સવ બૈંસને પણ સુરક્ષા આપવાનો આદેશ આપ્યો છે.  જસ્ટિસ એસએ બોબડેની અધ્યક્ષતાવાળી બેંચે આરોપ લગાવનારી મહિલાને નોટિસ જાહેર કરી 26 એપ્રિલે હાજર થવાના આદેશ આપ્યા. 

વકીલ ઉત્સવ બેંસે કહ્યું કે સીજેઆઈ વિરૂદ્ધ સૌથી મોટું ષડયંત્ર રચાયું જેમાં મોટા કોર્પોરેટ હાઉસનો હાથ છે. વકીલે તપાસ એજન્સીઓના પ્રમુખને મળવાની માગ કરી છે. બેંચે દસ્તાવેજ જોયાં બાદ એટોર્ની જનરલ કેકે વેણુગોપાલને કહ્યું કે શું તમે કોઈ જવાબદાર તપાસ અધિકારીને ચેમ્બરમાં બોલાવશો. જો મામલો યોગ્ય છે તો ઘણો જ ગંભીર છે. ઉત્સવની સુરક્ષા યથાવત રાખવામાં આવે.

સુપ્રીમ કોર્ટે બુધવારે સીબીઆઈના ડાયરેક્ટર, દિલ્હી પોલીસના કમિશ્નર અને ઇન્ટેલિજન્સ બ્યૂરો ચીફને સમન્સ પાઠવ્યા છે. કોર્ટે આ સમન્સ ન્યાયિક ભ્રષ્ટાચારના મુદ્દાઓની તપાસ કરવા અને યૌન ઉત્પીડન મામલામાં ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને દોષી ઠેરવવાના કથિત પ્રયાસોને લઈને મોકલ્યા છે.