મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ રાફેલ જેટ બનાવનારી ફ્રેન્ચ ફર્મ દસૌ એવીએશનના ઓફસેટ દાયિત્વોને લઈને આવેલી રાષ્ટ્રીય નિયંત્રક અને મહાલેખા પરિક્ષક (Comptroller and Auditor General of India)ની રિપોર્ટ પર કોંગ્રેસે મોદી સરકાર પર તીખો હુમલો કર્યો છે. પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ગુરુવારે એક ટ્વીટ કરીને કટાક્ષ કર્યો છે કે આ મામલામાં મેક ઈન ઈન્ડિયાને બદલે મેક ઈન ફ્રાન્સ થઈ ગયું છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું કે, સૌથી મોટા રક્ષા સૌદાની ક્રોનોલોજી સામે આવી રહી છે. સીએજીની નવી રિપોર્ટ પર આ સ્વિકાર કરવામાં આવ્યું છે કે રાફેલના ઓફસેટમાં ટેક્નોલોજી ટ્રાન્સફરની વાતને તાક પર રાખી લીધી છે. હવે ડીઆરડીઓના ટેક ટ્રાન્સફરને સાઈડમાં કરી દેવાયું છે અને મોદી કહેશે કે સબ ચંગા સી!

આપને જણાવી દઈએ કે સીએજીએ સંસદમાં રજૂ કરેલી પોતાની રિપોર્ટમાં કહ્યું છે કે, દસૌ એવીએશને રક્ષા વિભાગની ઓફસેટ સાથે જોડાયેલી નીતિઓને લઈને 36 રાફેલ વિમાનની ડીલ કરી છે પરંતુ ફ્રેંચ ફર્મે અત્યાર સુધી ડિફેન્સ રિસર્ચ અને ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન ડીઆરડીઓ પ્રત્યે પોતાની ઓફસેટ શરતોને પુરી કરી નથી. ખરેખર, ઓફસેટ પોલિસી અંતર્ગત આ શરત છે કે કોઈ પણ વિદેશ કંપની સાથે થયેલી ડિલની કિંમતનો અમુક ભાગ ભારતમાં પ્રત્યક્ષ વિદેશી રોકાટ અંતર્ગત આવવો જોઈએ, જેમાં ટેક્નોલોજી ટ્રાન્સફર, એડવાન્સ કંપોનેન્ટ્સની સ્થાનીય રીતે મેન્યૂફેક્ચરિંગ કે પછી નોકરીઓ પેદા કરવાની જવાબદારીઓ શામેલ છે.

રાફેલ સમજૂતી દરમિયાન, ફ્રાંસે ભારતના લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટમાં લાગનારી અમેરિકી કંપનીના એન્જીનને રિપ્લેસ કરીવા માટે અપગ્રેડેડ કાવેરી એન્જીન પર કામ કરવાને લઈને સહમતી દર્શાવી હતી, પરંતુ અત્યાર સુધી તેના પર દસૌની તરફથી કોઈ સ્પષ્ટતા આવી નથી.