મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ હાલમાં જ કોંગ્રેસે પોતાના લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારોનું પ્રથમ લીસ્ટ જાહેર કર્યું હતું જેમાં ગુજરાતના 4 ઉમેદવારોના પણ નામ હતા. જ્યારે આજે બુધવારે કોંગ્રેસે વધુ એક લીસ્ટ જાહેર કર્યું છે. કોંગ્રેસે પોતાના 21 ઉમેદવારોનું બીજુ લીસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં કોંગ્રેસે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર બિંદ વિરુદ્ધ લલિતેશ પતિ ત્રિપાઠીને મેદાનમાં ઉતાર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કોંગ્રેસે લોકસભા ચૂંટણીના પોતાના ઉમેદવારોનું બીજુ લીસ્ટ જાહેર કર્યું છે. કોંગ્રેસની બીજી યાદીમાં પાંચ મહારાષ્ટ્રના 16 ઉત્તર પ્રદેશના ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રના ઉમેદવારો
1. નાના પટોલે - નાગપુર 

2. ડો. નામદેવ દાલુજી ઉસેન્દી - ગઢચીરોલી, ચીમુર 

3. પ્રિયા દત્ત - મુંબઈ નોર્થ-સેન્ટ્રલ 

4. મિલિન્દ મુરલી ડીઓરા - મુંબઈ સાઉથ 

5. સુશિલ કુમાર એસ શિન્દે – સોલાપુર 

ઉત્તર પ્રદેશના ઉમેદવારો
1. ઓમવતી દેવી જાતવ - નગીના
2. રાજ બબ્બર - મોરાદાબાદ
3. ઝફર અલી નકવી - ખેરી
4. કૈસર જહાન - સીતાપુર
5. મંજરી રાહી - મિસ્રીક
6. રામશંકર ભાર્ગવ - મોહનલાલગંજ
7. સંજય સિંગ - સુલતાનપુર
8. રત્ન સિંગ - પ્રતાપગઢ
9. શ્રીપ્રકાશ જયસ્વાલ - કાનપુર
10. રાકેશ સચાન - ફતેપુર
11. સાવિત્રી ફૂલે - બહરૈચ
12. પરવેઝ ખાન - સંત કબિર નગર
13. કુશ સૌરભ - બંસગાંવ
14. પંકજ મોહન શંકર - લાલગંજ
15. લલીતેષ પતિ ત્રિપાઠી - મિરઝાપુર
16. ભગવતિ પ્રસાદ ચૌધરી – રોબેત્સર્ગંજ

કોંગ્રેસનું અગાઉનું લીસ્ટ જાણવા અહીં ક્લિક કરો- http://www.meranews.com/news/view/lok-sabha-elections-2019-congress-releases-first-list-rahu

મેરાન્યૂઝનું ફેસબુક પેજ લાઈક કરવા અહીં ક્લિક કરો- https://www.facebook.com/MeraNewsGuj/