મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ કોંગ્રસમાં હાલમાં જ રાજસ્થાનમાં રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ હાલમાં જ પાર્ટી પણ બલદી છે. પાયલોટ અને તેમના જુથનો બળવો થયા બાદ પાર્ટીને આત્મ નિરીક્ષણ કરવાની સલાહ આપનારા કોંગ્રેસના સાંસદ રાજીવ સાતવે હવે તેમને સમજાવનારા નેતાઓ પર શેર-શાયરી કરીને શાબ્દીક પ્રહાર ક્યો છે. તેમમે એક ટ્વીટમાં પોતાની ધીરજની પરીક્ષા અંગેની વાત કરી છે. કોંગ્રેસની વર્ચ્યૂઅલ બેઠકમાં પાર્ટીને ઘરથી જ આત્મ નીરિક્ષણની શરૂઆત કરવાની વાત કહેનાર રાજીવ સાતવે લખ્યું છે કે, મત પૂછ મેરે સબ્ર કી ઈંતેહા કહાં તક હૈ, તૂ સિતમ કર લે, તેરી તાકત જહાં તક હૈ, વફા કી ઉમ્મીદ જિન્હે હોગી, ઉન્હે હોગી. હમે તો દેખના હૈ તૂ જાલિમ કહાં તક હૈ.

શનિવારે રાજીવ સાતવે એક વાર ફરી પોતાની પાર્ટી તરફ ઈશારા ઈશારામાં શાબ્દીક હુમલો કરી દીધો છે. તેમણે લખ્યું છે કે, 

ઉલ્લેખનીય છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારીએ રાજીવ સાતવ દ્વારા આત્મ નિરીક્ષણની વાત કહેવા પર ટ્વીટર પર લખ્યું હતું કે, ભાજપ 2004થી 2014 સુધી દસ વર્ષ સત્તાથી બહાર રહી પણ તેમણે તે સમયની હાલતના માટે ક્યારેય અટલ બિહારી બાજપેયી કે તેમની સરકારને જવાબદાર ન્હોતા ઠેરવ્યા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસમાં દુર્ભાગ્યથી કેટલાક દિગ્ભ્રમિત લોકો રાજગ અને ભાજપા સાથે લડવાને બદલે ડો. મનમોહન સિંહ નીત સંપ્રગ સરકારની છટણી કરી રહ્યા છે. જ્યારે એક્તાની જરૂરત છે. તે વિભાજન કરી રહ્યા છે.

બીજી બાજુ કોંગ્રેસના નેતાઓના ટ્વીટર પર પ્રહાર પર પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ રવિવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ટ્વીટર ટ્વીટર ન રમો સાથીઓ, મળીને મોદી સરકાર સામે અવાજ ઉઠાવો.

ચર્ચા હજુ આગળ ચાલી ગઈ જ્યારે તિવારીના જવાબમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ મિલિંદ દેવડાએ કહ્યું, બહુ સાચુ કહ્યું, મનિષ 2014માં પદ છોડતી વખતે ડો. મનમોહન સિંહ ક્યાં હતા. ઈતિહાસ મારા પ્રતિ ઉદાર રહેશે. દેવડાએ ટ્વીટમાં કહ્યું, શું ક્યારેય તેમણે કલ્પાના પણ હશે કે તેમની પાર્ટીના કેટલાક લોકો દેશ પ્રત્યે તેમની વર્ષોની સેવાને ખારીજ કરી દેશે અને તેમના વારસાને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કરશે. તે પણ તેમની હાજરીમાં?

એક અન્ય પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂરે તિવારી અને દેવડાના સુરમાં સુર મિલાવતા કહ્યું કે, સંપ્રગના ક્રાંતિકારી દસ વર્ષોને દુર્ભાવનાપૂર્ણ વિમર્શ સાથે કલંકિત કરી દેવાયા છે. અમારી હારથી શિખવા ઘણી સારી વાતો છે અને કોંગ્રેસના પુનરુદ્ધાર માટે ઘણી મહેનત કરવી પડશે, પણ અમારા વૈચારિક શત્રુઓ મનમાફિક ચલવા પર આવું નહીં થઈ શકે.