મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો થતાં પેટ્રોલ અને ડીઝલના કિંમતમાં ઘટાડો થયો છે. પેટ્રોલ ડીઝલના વધતા ભાવોને લઈને હંમેશા મોદી સરકાર પર હુમલા કરતા રહેનાર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફરી એક વાર મોદી સરકાર પર નિશાન તાક્યુ છે. સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં 17-18 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે. આવામાં રાહુલ ગાંધીનું કહેવું છે કે ચૂંટણીને જોતા આ ઘટાડો થયો છે.

રવિવારે રાહુલ ગાંધીએ ટ્વીટ કરતાં લખ્યું, ચૂંટણીના કારણે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 17 અને 18 પૈસા પ્રતિ લીટર ઘટાડો કર્યો છે. બચતની આ રકમથી તમે શું શું કરશો 
#FuelLootByBJP


 

 

 

 

 

તમને જણાવી દઈએ કે, રવિવારે ચારેય મેટ્રો શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 90.78 રૂપિયા અને ડીઝલની કિંમત 81.10 રૂપિયા પ્રતિ લિટર છે. ચારેય મેટ્રો શહેરોમાં મુંબઈમાં હજી પણ પેટ્રોલ-ડીઝલના સૌથી વધુ ભાવ છે. પેટ્રોલ મુંબઇમાં પ્રતિ લિટર 97.19 રૂપિયા અને ડીઝલ 88.20 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે.