મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક ચાલી રહી છે, બેઠક પહેલા રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ પરથી રાજીનામાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેના પર રાહુલને પ્રિયંકા ગાંધી અને મનમોહનસિંહએ સમજાવ્યા છે. મનમોહન સિંહે કહ્યું કે હાર જીત તો થતી રહે છે, રાજીનામાની જરૂર નથી. બેઠકમાં લાંબી મંત્રણા બાદ હવે રાહુલ લાંધી વર્કિંગ કમિટીના નેતાઓને સંબોધીત કરે છે.

સૂત્રોના મુજબ, 23 મેએ રાહુલે સોનિયા ગાંધીને રાજીનામું આપવાની વાત કરી હતી. તેના પર તેમણે રાહુલને કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં પોતાની વાત મુકવાનું કહ્યું હતું. આજે રાહુલ રાજીનામું આપવાના હતા. જોકે બેઠકથી પહેલા પ્રિયંકા ગાંધી અને મનમોહન સિંહએ રાહુલને સમજાવ્યા હતા.

તે પછી રાહુલ બેઠકમાં આવી ગયા હતા, બેઠકમાં કોંગ્રેસ વર્કિંગ કમિટિના બે સદસ્યોએ પોતાની વાત મુકી, સદસ્યોએ રાહુલને કહ્યું કે રાજીનામું ન આપશો. આપ કામ કરો. તમામની વાત સાંભળ્યા બાદ હવે રાહુલ બેઠકને સંબોધિત કરી રહ્યા છે. જોકે રાહુલના રાજીનામા મુકાયાના અહેવાલોનું કોંગ્રેસના મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલાએ ખારીજ કરી દીધી છે.