મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સંઘના પ્રમુખ મોહન ભાગવતે સોમવારે કહ્યું કે કોંગ્રેસે સ્વતંત્રતા આંદોલનમાં મોટી ભૂમિકા ભજવી હતી અને દેશને ઘણા મોટા મહાપુરુષ આપ્યા. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દિલ્હીમાં ત્રણ દિવસનું અધિવેશન કરી રહ્યું છે, જેને પગલે લોકો સંહગઠનને સમજી શકે. ‘ભવિષ્યનું ભારતઃ RSS દ્રષ્ટીકોણ’ નામક કાર્યક્રમને સંબોધિત કરતાં ભાગવતે કહ્યું કે સ્વતંત્રતા પ્રાપ્તિ માટે દેશે જે સંઘર્ષ કર્યો, તેને કારણે દેશને ઘણા મહાન નેતાઓ મળ્યા.

સંબોધનની શરૂઆતમાં તેમણે ડો. હેડગેવાર અંગે કહેતા લોકોને વિસ્તારથી માહિતી આપી. તેમણે કહ્યું કે સંઘનું કાર્ય અદ્વિતિય છે. તે કાર્યક્રમમાં દેશના ખૂણે-ખૂણાની વિભિન્ન ક્ષેત્રની જાણિતિ હસ્તિઓને આમંત્રિત કરવામાં આવી છે. સોમવારે કાર્યક્રમમાં અભિનેત્રી મનિષા કોયરાલા, એક્ટર રવિ કિશન અને અન્નૂ કપૂર પણ પહોંચ્યા હતા.

ત્રણ દિવસીય આ કાર્યક્રમના કેન્દ્રમાં હિન્દુત્વ હશે. આ કાર્યક્રમની વિશિષ્ટતા ત્રણ દિવસ આરએસએસ પ્રમુખ મોહન ભાગવત દ્વારા રાષ્ટ્રીય મહત્વના વિવિધ વિષયો પર સંઘના વિચાર પ્રસ્તુત કરવામાં આવશે.

અહીં અંદાજીત 700-750 મહેમાનોની આવવાની શક્યતા છે. તેમાંથી 90 ટકા લોકો સંઘના નથી. મોહન ભાગવત શરૂઆતી બે દિવસમાં કાર્યક્રમને સંબોધિત કરશે. તે ઉપરાંત અંતિમ દિવસે તે જનતાના સવાલોનો જવાબ આપશે. મોહન ભાગવત આ દરમિયાન અંદાજીત 200થી વધુ સવાલોનો જવાબ આપશે.

બીજી તરફ, સીતારામ યેચુરી અને દિગ્વિજયસ સિંહ જેવા મોટા નેતાઓને પણ આ કાર્યક્રમનું આમંત્રણ મોકવાની ચર્ચા હતી, પરંતુ તેમની તરફથી ઈનકાર કરાયો છે. એટલે કે સંઘના કાર્યક્રમમાં વિપક્ષી દળના નેતાઓનું પહોંચવું લગભગ અશક્ય નજરે પડી રહ્યું છે.