મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: સ્વાઇન ફ્લૂના કારણે એઇમ્સમાં દાખલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિશે કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ બી.કે.હરિપ્રસાદએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

કોંગ્રેસ નેતા બી.કે. હરિપ્રસાદે ભાજપ અધ્યક્ષ અમિત શાહની બીમારીની મજાક ઉડાવતા કહ્યું કે અમિત શાહ કો સુવર કા જુકામ હુવા હૈ ઔર ઉન્હે કર્ણાટક કા શ્રાપ લગા હૈ. બી.કે. હરિપ્રસાદ આટલે અટક્યા નહીં અને આગળ કહ્યું કે જો કર્ણાટક સરકારને હાથ લગાવ્યો તો અમિત શાહને ગંભીર બીમારી થશે. અમારા છ ધારાસભ્યોનું અપહરણ કરીને મુંબઇમાં રાખવામાં આવ્યા છે. ભાજપ અને આરએસએસના કાર્યકરો તેમનો પહેરો ભરી રહ્યા છે. કેટલાક ધારાસભ્યો પાછા આવતા રહ્યા છે જેના કારણે અમિત શાહને તાવ આવી ગયો છે. કોઈ જેવો તો નહીં પણ તેમને સુવર (ભુંડ) નો તાવ આવ્યો છે, જેને સ્વાઇન ફ્લૂ કહે છે. જો હજુ પણ કર્ણાટક સરકારને ખરાબ કરી તો અમિત શાહને સ્વાન ફ્લૂ નહીં પણ ઝાડા-ઉલ્ટી અને બીજી બીમારીઓ પણ થશે તે વાત સમજી લો.