મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાત કોંગ્રેસના ત્રણ પાટીદાર ધારાસભ્યોની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથેની બેઠકે ભારે ચર્ચાના વંટોળો ઊભા કર્યા છે. હાલમાં ગુજરાત સહિત રાજ્યસભાની કુલ 18 બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. આગામી 19 જુને મતદાન અને તે જ દિવસે યોજાનારી મતગણતરી પહેલા રાજકીય પક્ષો પોત પોતાની જાણે ધાર કાઢી રહ્યા હોય તેવો માહોલ છે. કોંગ્રેસના સભ્યોને ભાજપમાં લઈ જઈને સત્તા ટકાવી રાખવાનો પેંતરો ભાજપનો જુનો અને અસરકારક છે. આ તો હાલમાં કોરોનાને લઈને ચૂંટણી મુલતવી રહી નહીં તો તે વખતે જ ચૂંટણી પહેલા વિધાનસભા ગૃહમાં જ કોંગ્રેસના ધારાસભ્યોને ખુદ ગૃહમંત્રી જ ઓફર કરતાં હતા.

હાલમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા, કિરીટ પટેલ અને લલિત વસોયા દ્વારા મીટિંગ કરવામાં આવતા ભારે ચર્ચાઓના વંટોળ ઊભા થયા છે. કારણ કે આ મીટિંગમાં શું વાત થઈ તેનો ખ્યાલ નથી કોઈને પરંતુ હાલની સ્થિતિમાં કેમ મળ્યા હશે તેનો તાગ લગાવી જે તાલ બેસે તે તાલમાં હાલ વાત ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ધારાસભ્ય સોમા પટેલે તો લોકડાઉન પહેલા જ રાજીનામું આપી દીધું હતું.

સ્વર્ણિમ સંકુલ વનમાં આ ત્રણેય ધારાસભ્યો નીતિન પટેલને મળ્યા હતા.