મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી કોરોના પોઝિટિ થયાની વિગતો સામે આવી છે. તેમણે મંગળવારે ટ્વીટ કરીને તેની જાણકારી આપી હતી. કોંગ્રેસ નેતાએ ટ્વીટમાં જાણકારી આપી કે તેમનામાં કોરોનાના કેટલાક હળવા લક્ષણો નજરે પડતાં હતા, જે પછી તેમણે પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો જે પોઝિટિવ આવ્યો છે.

રાહુલ ગાંધીએ ગત દિવસોમાં પોતાના સંપર્કમાં આવેલા તમામને જરૂરી પ્રોટોકોલ ફોલો કરવાની અને પોતાના આરોગ્યની સાચવણી માટે કહ્યું છે. તેમણે હાલમાં જ રવિવારે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીઓને અંતર્ગત આવનારા દિવસોમાં થનારી રેલીઓને રદ્દ કરી દીધી હતી, તેના પહેલા તે કેરળની યાત્રા પર હતા.

રાહુલ ગાંધીએ હાલમાં રવિવારે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીઓના અંતર્ગત આવનારા દિવસોમાં યોજાનારી રેલીઓને રદ્દ કરી દીધી હતી. તેમના માટે ઘણા લોકોએ ટ્વીટ કરીને તેમના જલ્દી જ સાજા થવાની કામના કરી છે. નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી નેતા સુપ્રિયા સુલેએ પણ ટ્વીટ કરીને તેમના સ્વસ્થ થવાને લઈને પ્રાથના કરી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં સોમવારે જ પૂર્વ પ્રધાનમંત્રી અને કોંગ્રેસના નેતા મનમોહનસિંહ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જે પછી તેમને એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાયા હતા.