મેરાન્યૂઝ નેટવર્ક.વિરમગામ: આજરોજ જિલ્લા-તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. આ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા હાર્દિક પટેલે વિરમગામ ખાતે મતદાન કર્યું હતું. જો કે હાર્દિક પોતાની જ પાર્ટી કોંગ્રેસને મત આપી શક્યા નહોતા. જો કે તેનું કારણ હાર્દિક પટેલની કોંગ્રેસ માટે નારાજગી નથી. પરંતુ તેણે જ્યાંથી મતદાન કર્યું ત્યાં વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપ-અપક્ષની પેનલ છે. અહીં કોંગ્રેસને વોર્ડ નંબર 2 માં કોઈ ઉમેદવાર જ મળ્યા નહોતા. જેને લઈને કોંગ્રેસનાં ઉમેદવાર નહીં હોવાથી તેઓ પોતાના પક્ષ કોંગ્રેસને મત આપી શક્યા નથી.


 

 

 

 

 

આ અંગે અમદાવાદ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, વિરમગામમાં અપક્ષ ઉમેદવારો ઉભા રાખવાની વર્ષોની પરંપરા હોઈ વિરમગામમાંથી સ્વભાવિક રીતે અપક્ષ ઉમેદવાર લડતા હોય છે. જે પણ ઉમેદવાર છે, તે કોંગ્રેસ પ્રેરિત છે. કોંગ્રેસ સાથે જોડાયેલા છે. વિરમગામ માત્ર ગામ નથી, ઐતિહાસિક સ્થળ પણ છે. અહી અનેક એવા સ્થળો આવે છે. તમામ મુદ્દાઓને લઈને સારુ કામ કરીશું. ભાજપ કરતા સારું કામ કરીને જનતાને ગમે તેવા ઉમેદવારો પસંદ કરીશું. આ તકે લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હાર્દિકે લોકશાહીને મજબૂત કરવા અપીલ પણ કરી છે.