મેરાન્યૂઝ નેટવર્ક, વિરમગામ: ગુજરાતની 26 લોકસભા બેઠકો પર આજે મતદાન થઇ રહ્યું છે. જેમાં વિરમગામથી કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલે મતદાન કર્યું હતું અને વડાપ્રધાન મોદી અને ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.

હાર્દિક પટેલે વિરમગામથી મતદાન કર્યા બાદ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, મારે ચોકીદાર શોધવો હશે તો હું નેપાળ જઇશ. મારે દેશ માટે વડાપ્રધાન જોઈએ છે જે આ દેશના અર્થતંત્ર, શિક્ષણ વ્યવસ્થા, યુવાનો અને દેશના જવાનોને મજબૂત કરી શકે. મારે ચોકીદાર નહીં પ્રધાનમંત્રી જોઈએ છીએ.

હાર્દિક પટેલનો વીડિયો પણ અહીં પ્રસ્તુત છે.