મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મખ્યમંત્રી દિગ્વિજય સિંહએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો છે અને તેમને સપનાના સૌદાગર કહ્યા છે. મીડિયાને ગોદી મીડિયા કહેતા દિગ્વિજય સિંહે કહ્યું કે બધું પહેલાથી જ સ્ક્રિપ્ટેડ છે. તેમણે આરોપ લગાવ્યો છે કે લોકો સરકારની નિષ્ફળતાઓ પર સવાલો ન ઊભા કરે, તે કારણે મીડિયા દ્વારા સ્ક્રિપ્ટેડ મુદ્દાઓને મીડિયાની હેડલાઈન્સમાં લેવામાં આવ રહ્યા છે.

તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, બધું જ પહેલાથી સ્ક્રિપ્ટેડ છે... કોરોના વધુ થયો તો 'સુશાંત... સુશાંત...'. ચીનને આપણા જવાન માર્યા તો 'રિયા...રિયા..'... જીડીપી -23 ટકા થઈ ગઈ તો 'કંગના... કંગના...' ખેડૂતો રસ્તાઓ ઉપર આવ્યા તો... 'દીપિકા... દીપિકા...'... મોદીજીને 'સપનાના સૌદાગર' એટલે જ તો કહેવાય છે. #गोदिमीडिया

જોકે તેઓએ આટલેથી બ્રેક લગાવી નહીં, તેમણે એક અન્ય ટ્વીટમાં લખ્યું કે કોરોનાને કારમે રોજ સૈંકડો લોકો માર્યા જાય છે. અહીં સુધી કે ખુદ કેન્દ્રીય મંત્રી અને સાંસદ મરી રહ્યા છે પરંતુ ટીવી ચેનલ્સ પર હિરોઈનનો નશો ચઢ્યો છે. તેમણે લખ્યું કે, કોવિડથી એક કેન્દ્રીય રાજ્ય મંત્રીનું મોત થઈ ગયું... બે કેન્દ્રીયમંત્રી હોસ્પિટલમાં છે... ઉત્તર પ્રદેશમાં બે મંત્રીઓના મોત થઈ ચુક્યા છે... હોસ્પિટલમાં બેડ મળી રહ્યા નથી અને ટીવી ચેનલ્સની ન્યૂઝ છે કે કઈ હિરોઈને કયો નશો કર્યો.