મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી : ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના પોકળ દાવા વચ્ચે ચૂંટણીનો જંગ જીતવા ઉમેદવારો મતદારોને રીઝવવા દેશી-વિદેશી દારૂની શરણે પહોંચી રીતસરની દારૂની નદીઓ વહેડાવતાં હોય છે બાયડ પેટા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે મતદાનના ૪૮ કલાક પહેલા બાયડ વિધાનસભા સીટના પ્રભારી અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા જે હોટલમાં રોકાતા હતા તે હોટલ આગળ બે પીકઅપ ડાલામાંથી કોંગ્રેસ જિલ્લા પંચાયત સદસ્ય કીર્તિ પટેલ અને પ્રજાજનોએ જનતા રેડ કરી પીકઅપ ડાલામાંથી ૨.૩ લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડતા અને જનતા રેડના વિડીયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થતા જિલ્લા પોલીસતંત્ર ઊંધા માથે પછડાયું હતું

બાયડ વિધાનસભા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લોકશાહીનું ખૂન કર્યું છે છેલ્લા વીસ દિવસથી જ્યાં રોકાતા હતા અને ભારતીય જનતા પાર્ટીનું ખાનગી કાર્યાલય ચલાવતા હતા ત્યાં અરવલ્લી જીલ્લા પોલીસવડા મયુર પાટીલ અને રેન્જ આઈજી ત્યાં બે-બે કલાક ચર્ચા કરતા હતા ત્યાં આવું કેમ કર્યું કાયદો અને વ્યવસ્થાની જવાબદારી જેના માથે હોય ત્યાંથી દારૂ પકડાય પ્રજાજનો દારૂ પકડે અને પોલીસ દારૂ મોકલાવે  અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી જ્યાં રહેતા હોય ત્યાં દારૂ વેચાય અને વહેંચાય આ કયા પ્રકારની ચૂંટણી છે ગાંધીના ગુજરાતમાં લોકશાહીનું હનન અને ખૂન  થઇ રહ્યું છે    
      
વધુમાં અંગે તેમને જણાવ્યું હતું કે ,રાજ્ય ચૂંટણી કમિશ્નરને ટેલિફોનિક જાણ કરવામાં આવતા તેમને લેખિતમાં માંગણી કરી છે હાલ ચૂંટણીની ધમાલમાં લેખિત માંગણી કરવામાં આવતા મને આશ્ચર્ય થયું છે તેમને આ અંગે તપાસ કરવી જોઈએ આ અંગે જીલ્લા કલેક્ટર, ચૂંટણી અધિકારી અને બાયડ પ્રાંત અધિકારીને જાણ કરી હોવાનું જણાવી લોકશાહી બચાવવી હોય અને લોકશાહીમાં માનતા હોય તો પ્રદીપસિંહ જાડેજાએ જવાબદારી સ્વીકારી વહેલી તકે રાજીનામુ આપવું જોઈએની માંગ કરી હતી

જનતારેડ કરનાર ડેમાઈ જીલ્લા પંચાયત સદસ્ય કીર્તિ પટેલના જણાવ્યા અનુસાર

ડેમાઈ  જિલ્લા પંચાયત સદસ્ય કીર્તિ પટેલના જણાવ્યા અનુસાર વૃદાવન હોટલમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા રોકાતા હતા અહીં તેમની મુલાકાતે જિલ્લા પોલીસવડા મયુર પાટીલ સહીત અનેક અધિકારીઓ તેમને મળવા આવતા હતા તે જ જગ્યાએથી વિદેશી દારૂ ભરેલ બે પીકઅપ ડાલા પકડાતા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અંગે હવે શું કહેવું...? આ બંને પીકપડાલા માં વિદેશી દારૂનો જથ્થો પોલીસ રક્ષણ સાથે પહોંચ્યો હોવાનું જણાવ્યું હતું