મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનિષ તિવારીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ભારત રત્ન આપવાની માગ કરી છે. તેમણે એવો પણ આગ્રહ કર્યો ચે કે મોહાલી સ્થિત એરપોર્ટનું નામ પણ બદલીને 'શહીદ એ આજમ ભગતસિંહ એરપોર્ટ' કરી દેવામાં આવે.

મનીષ તિવારીએ કહ્યું કે શહીદ ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવે બ્રિટિશ સામ્રાજ્યવાદની વિરૂદ્ધ જે વિરોધ કર્યો. તેનાથી દેશભક્તોની એક પેઢી પ્રેરિત થઈ અને ત્યારે આ સેનાનીઓએ 23 માર્ચ 1931ના રોજ સર્વોચ્ચ બલિદાન આપ્યું.

મનીષ તિવારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આગ્રહ કર્યો કે 26 જાન્યુઆરી 2020ના રોજ આ ત્રણ શહીદોને ભારત રત્ન આપવામાં આવે. તેને અધિકૃત રીતે શહીદ-એ-આજમ જાહેર કરવામાં આવે. મોહાલીમાં સ્થિત ચંડીગઢ એરપોર્ટનું નામ પણ બદલવું આ કાર્ય 124 કરોડ ભારતીયોની ભાવનાઓના અનુરુપ અને તેમના દિલ તથા આત્માને ઠંડક આપનારો હશે. આ પહેલા આઈએમઆઈએમ પ્રમુખ ઉસદુદ્દીન ઔવેસીએ પણ ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને ભારત રત્નથી સન્માનીત કરવાની વાત મુકી ચુક્યા છે.