મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ અભિનેતા અને કોમેડિયન વીર દાસની કવિતા પર વિવાદ વધતો જ જઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો તેને દેશ વિરોધી બતાવી રહ્યા છે, ત્યાં જ હવે દિલ્હી અને મુંબઈના પોલીસ મથકોમાં તેની સામે ફરિયાદ કરવામાં આવી છે. હાલમાં વીર દાસની સામે એફઆઈઆર દાખલ થઈ નથી.

અમેરિકાના વોશિંગટન ડીસીમાં સ્ટેન્ડપ કોમેડી દરમિયાન વીર દાસે 'ટૂ ઈંડિયાઝ' નામની એક કવિતા વાંચી હતી. આ વીડિયોના એક સેગમેંટને વીર દાસે પોતાની યૂટ્યૂબ ચેનલ પર અપલોડ કરી હતી. તેની કેટલીક આ પ્રકારના વાક્યો છે- હું તેવા ભારતથી આવું છું જ્યાં AQI 9000 છે પરંતુ અમે છત્તાં છત્ત પર સુઈને રાત્રે તારા જોઈએ છીએ. હું તે ભારતથી આવું છું, જ્યાં અમે દિવસમાં મહિલાઓની પુજા કરીએ છીએ અને રાત્રે ગેંગરેપ કરીએ છીએ.

વીર દાસના સામે દિલ્હી તિલક માર્ગ પોલીસ મથકમાં આદિત્ય ઝા નામના વ્યક્તિએ ફરિયાદ કરી છે. ફરિયાદમાં લખ્યું છે કે કોમેડિયન વીર દાસ દ્વારા અમેરિકામાં આયોજીત કાર્યક્રમમાં દેશના સામે અભદ્ર ટિપ્પણી કરતાં વીડિયો બનાવ્યો છે. આ જ પ્રમાણે મુંબઈમાં એક વકીલ આશુતોષ દુબેએ પણ ફરિયાદ કરી છે. આ બાજુ સાંસદ શશિ થરૂરે વીર દાસનું સમર્થન કરતું ટ્વીટ પણ કર્યું છે જેને કારણે થરૂરની પણ લોકોએ સોશિયલ મીડિયા પર આલોચનાઓ કરી છે.

Advertisement


 

 

 

 

 

આ તરફ કપિલ સિબ્બલે પણ વીર દાસના સમર્થનમાં ટ્વીટ કર્યું છે અને લખ્યું છે કે, હકિકતમાં બે ભારત છે. અમે ભારતીય તરીકે તેને દુનિયાને બતાવવા નથી માગતા. આપણે અસહિંષ્ણું અને પાખંડી છીએ.

વીર દાસે પણ આ અંગે ખુલાસો કર્યો છે કે, વીડિયોના અલગ અલગ પ્રતિસાદો આવ્યા છે. મારી કવિતાના તે વીડિયોની કેટલીક લિંક્સ પણ વાયરલ થઈ છે. જોકે હું તમામ લોકોને નિવેદન કરું છું કે તમે માત્ર તે ટૂકડાની વિગતો પર ધ્યાન ન આપશો અને આખો વીડિયો જુઓ. આ વીડિયોમાં દેશની સુંદરતા દર્શાવવામાં આવી છે અને મને જે તાળીઓ મળી હતી તે દેશના સારા પાસાઓ માટે મળી હતી. મને મારા દેશ પર ગર્વ છે અને હું જ્યાં જાઉં ત્યાં ગર્વને લઈને જાઉં છું.