ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): તમે જુઓ, જુદીજુદી કૃષિ કોમોડીટીનો અભ્યાસ તમને ભાવ નિર્ધારણની પ્રક્રિયામાં, વાયદા બજારની ચોક્કસ ભૂમિકાની તાકાતનો પરિચય કરાવશે. આ પ્રક્રિયામાં સટ્ટોડિયા બજારને રોકડ પ્રવાહિતા આપે છે અને હેજર્સ ભાવના જોખમનું વહન કરવામાં મદદરૂપ થાય તેવી કાઉન્ટર પાર્ટી રોકાણકારોની શોધ કરી આપશે. કેટલાંક રોકાણકારો કેટલુંક ફંડ, પોતાના પોર્ટફોલિયોના વિસ્તરણ અને વૈવિધ્યકરણ માટે હેતુપ્રેરિત કોમોડિટી તરફ પ્રવાહિત કરવા લાગ્યા છે.

અન્ય કોમોડિટીની માફક જ, કૃષિ કોમોડિટીની ઉત્પાદન પડતર ઊંચી જવા સાથે માંગ પુરવઠાના ફન્ડામેનટલ્સમાં પણ પરીવર્તન આવતા, ભાવ પર તેની વ્યાપક અસર જોવા મળી છે. ખાસ કરીને અનાજ જેવાકે ઘઉ, મકાઇ, સોયાબીન, ખાંડ, કોફી, રૂના ભાવ કેટલાય વર્ષોની નવી ઊંચાઈએ જતાં રહ્યા છે. ઉત્પાદન અને ભાવની અનિશ્ચિતતાઓએ હેજર્સ અને સટ્ટોડિયા બન્નેના હાથમાં બજારને ઉપરતળે કરવાની મહત્વની ભૂમિકા હાથ લાગી ગઈ છે.

વાત કરી ખાંડ બજારની, મોમેન્ટમ એકદમ મજબૂત થઈ ગઈ છે. સપ્તાહના આરંભે તાજેતરના તમામ રેસિસ્ટન્સ તોડી નાખવામાં આવતા, બાયરોને તેજીના નવા સોદા કરવા માટે આકર્ષિત કર્યા છે. બુધવારે આઈસીઇ રો-સુગર મે રોકડો વાયદો ૪.૫ ટકા ઉછળીને ૧૭.૯૪ સેંટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ), ૨૨ ફેબ્રુઆરીની ઊંચાઈ નજીક સરકી ગયો હતો, શુક્રવારે આ વાયદો કટ થઈ જશે. ઓગસ્ટ વ્હાઇટ સુગર ટન દીઠ ૧૪.૯૦ ડોલરના ઉછાળે ૪૮૦.૪૦ ડોલર મુકાયો હતો. આ તેજી પાછળ મૂળ કારણ છે બ્રાજીલમાં શેરડીના છોડના વિકાસમાં સમસ્યા પેદા કરે તેવું, સૂકું હવામાન છેલ્લા કેટલાંક દિવસથી નિર્માણ થયું છે. 

બ્રાજીલના ટ્રેડ એસોસિયેશન યુનિકાના ડેટા કહે છે કે ૨૦૨૦-૨૧ની મોસમમાં એપ્રિલના પ્રથમ પખવાડિયામાં સેન્ટ્રલ સાઉથ રાજ્યોમાં ખાંડ ઉત્પાદન ગતવર્ષના સમાનગાળા કરતાં ૩૫.૭૫ ટકા ઓછું ૫.૨૪ લાખ ટન ઓછું આવ્યું હતું. એપ્રિલના પ્રથમ પખવાડિયામાં ટન દીઠ શેરડીમાંથી ૧૦૮.૭૩ કિલો સુગર રિકવરી થઈ હતી, જે ગતવર્ષ કરતાં ૩.૬૨ ટકા ઓછી હતી. આથી કહી શકાય કે ન્યુયોર્ક રો સુગર વાયદામાં વર્તમાન વધઘટ ટેકનિકલ મુવમેન્ટ વધુ જોવાઈ રહી છે પરિણામે  ટ્રેડિંગ હાઉસ, સટ્ટોડિયા અને હેજ ફંડ તેમની પોજીશન વારંવાર બદલાતા રહે છે. 

સાઓ-પાઉલો સ્થિત એક વેપારીએ કહ્યું કે એક તો નબળા હવામાનને કારણે શેરડીમાં ફ્રૂકટોસનું પ્રમાણ ઓછું આવ્યું છે અને સરેરાશ ખાંડ મિલોએ પીલાણ મોસમ ૧૦થી ૧૨ દિવસ મોડી શરૂ કરવાનો નિર્ણય લેતા પ્રથમ પખવાડિયામાં ગતવર્ષ કરતાં સાવ ઓછી મિલો પીલાણમાં ગઈ છે. બ્રાજીલમાં એપ્રિલ એ ખાંડ મોસમનો પહેલો મહિનો ગણાય છે. 

ભારતમાં હવે સવાલ પૂછાઈ રહ્યો છે કે શું સુગર મિલો ઓક્સિજનની માંગને પહોંચીવળે  તેમ છે? હા. ઔરંગાબાદની ધરાશીવ સુગર મિલે તેના ઇથેનોલ પ્લાન્ટનું સુધારીકરણ કરીને દૈનિક સરેરાશ ૨૦ ટન મેડિકલ ઓક્સિજન મેળવવા, હવામાં ઉડાડી દેવાતા ઓક્સિજનને પ્રોસેસ કરશે. અલબત્ત, ઇથેનોલ પ્લાન્ટ સુધારીકરણ ખર્ચાળ છે, અને સમયની આ જરૂરિયાત છે. 

એક વરિષ્ઠ ખાંડ ઉધ્યોગપતિએ સવાલ કર્યો કે જ્યારે ઓક્સિજનની આવશ્યક માંગ ઘટી જતાં આ પ્લાન્ટનું રોકાણ ખોટું થઈ જશે. થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રના ખાંડ ઉધ્યોગની શરદ પવાર સાથેની એક મિટિંગમાં ઑક્સીજન ઉત્પાદન માટે ચર્ચા કરી હતી. સુગર ઉધ્યોગ સાવધ હતો, ખાસ કરીને મૂડી રોકાણ બાબતે, આની અસર ઇથેનોલ અને માળખાગત સુવિધા પર પડશે.             

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)