મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ બેબાક અને આક્રમક અંદાજ માટે જાણીતો પોર્ટુગલ ફૂટબોલ ટીમના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ગુસ્સાથી કોલ્ડ ડ્રિક બનાવનારી કંપની કોકા-કોલાને 293 કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે. કારણ કે આ ઘટના બાદ શેર બજારમાં કંપનીની શેર પ્રાઇસ 56.10 ડૉલરથી 1.6% ઘટીને 55.22 ડૉલર પર આવી ગઈ છે. ઘટના હંગેરીના સામે પોર્ટુગલની ટીમના યૂરો 2020ના મેચ પહેલાની છે. સ્ટાર સ્ટ્રાઈકરએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટેબલ પર પોતાના સામે પડેલી કોકાકોલાની બે બોટલ હટાવી દીધી હતી અને તેને પગલે 3 ખરબ રૂપિયાની કંપનીને ઝાપટ વાગી હતી.

ઓસ્ટ્રેલિયન એસોશિએટેડ પ્રેસ અનુસાર, શેરમાં ઘટાડાથી કોકા-કોલાની માર્કેટ વેલ્યૂ 242 અરબ ડૉલરથી ઘટીને 238 અરબ ડૉલર થઇ ગઇ છે. મહત્વપૂર્ણ છે કે કોકા કોલા 11 દેશમાં રમાઇ રહેલ UEFA યૂરો કપની ઓફિશિયલ સ્પોન્સર છે.

યૂરો કપની ડિફેંડિંગ ચેમ્પિયન પોર્ટુગલ ટીમના કપ્તાન રોનાલ્ડોએ મેચ પહેલા પત્રકાર પરિષદમાં ટેબલ પર પડેલી કોલ્ડ ડ્રિંકની બોટલ્સ જોઈને તુરંત નારાજ થઈ તેને હટાવી લીધી હતી. રોનાલ્ડોએ બુમ પાડીને કહ્યું હતું કે, કોલ્ડ ડ્રીંક નહીં, આપણે પાણી પીવાની આદત પાડી દેવી જોઈએ. ખરેખરમાં 36 વર્ષનો રોનાલ્ડો ફિટ રહેવા માટે કોઈપણ કોલ્ડ અને એયરેટેડ ડ્રિંકથી દૂર રહે છે.

Advertisement


 

 

 

 

 

રોનાલ્ડોની ફિટનેસ ડાયટના ફેન ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સહિત વિશ્વના કેટલાક એથલીટ્સ સામેલ છે. 

કોકાકોલા 11 દેશમાં રમાતી UEFA યૂરો કપ 2020નું ઓફિશ્યલ સ્પોન્સર છે. કોકાકોલાએ પોતાની બ્રાન્ડ વેલ્યૂ વધારવા માટે તમામ પ્રેસ કોન્ફરન્સમાં કોકની બોટલ્સને ડિસ્પ્લે તરીકે મુકી હતી. હંગેરી સામેની મેચમાં જ્યારે રોનાલ્ડોએ બોટલ્સ હટાવી અને હેલ્થ અંગેની વાત મુકી તો કંપની માટે આ એક મોટો ઝટકો બની ગઈ. જેના કારણે કંપનીને અબજો નહીં ખરબમાં નુકસાન થયું.