મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કોબરાપોસ્ટના સ્ટિંગ ઓપરેશન પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર હુમલો બોલ્યો છે. રાહુલએ ટ્વીટ કરીને વડાપ્રધાનને કટાક્ષ કર્યો છે. રાહુલે સ્ટિંગનો વીડિયો શેર કરતા ટ્વીટ કર્યું છે કે, આ સાબિતી છે કે આપણે નોટબંધી દરમિયાન જે કહ્યું હતું તે સાચું હતું. પેટીએમનો મતલબ પે ટૂ પીએમ છે.

કોબરાપોસ્ટના સ્ટિંગ ઓપરેશનમાં દાવો કરાયો છે કે, ઘણા નામી-બેનામી મીડિયા હાઉસ સાથે પેમેટ એપ પેટીએમએ પણ નાણાં લઈને પહેલા હિન્દુત્વના એજન્ડા વધારવા માટે હામી ભરી દીધી હતી.

કોબરાસ્ટિંગ ઓપરેશન કરી રહેલા પત્રકાર પુષ્પ શર્મા આ તપાસનો નિર્ણય કર્યો છે કે પેટીએમ પણ પોતાના એપ પર તેમના એજન્ડાને વધારો આપી શકે છે.જ્યારે તે ઉપાધ્યક્ષ સુધાંશુ ગુપ્તા અને સીનિયર ઉપાધ્યક્ષ શેખર શર્માને નોઈડાના પીએમના ઓફિસમાં મળ્યા હતા. તે મુલાકાત ઘણી ચોંકાવનારી સાબિત થઈ, કારણ કે ટોપ લેવલના આ અધિકારીઓએ ન ફક્ત આરએસએસ સાથે પોતાના ઘનિષ્ઠ સબંધોનો ખુલાસો કર્યો, પણ તેવું પણ સ્વીકાર્યું કે તે પોતાના લાખો એપ યુઝર્સની સૂચનાઓ કેન્દ્ર સરકાર સાથે શેર કરી શકે છે.

રાહુલ ગાંધીએ સ્ટિંગ ઓપરેશનની લિંક પોતાના ટ્વીટર એકાઉન્ટ દ્વારા શેર કરી છે. કોબરાપોસ્ટનું કહેવું છે કે, પેટીએમનો દાવો છે, અમે તમારી વ્યક્તિગત જાણકારી કોઈ ત્રીજા પક્ષને નહીં આપીએ. શેર નહીં કરીએ કે તેને ન જોઈતા ઈમેઈલ્ અને એસએમએસ માટે ઈમેઈલ એડ્રેસ કે મોબાઈલ નંબરનો ઉપયોગ નહીં કરીએ. પેટીએમ દ્વારા મોકલાયેલા કોઈ પણ ઈમેઈલ કે મેસેજ ફક્ત સહમત સેવાઓ અંતર્ગત જ હોય છે. જે કોઈ આ ગુપ્ત નીતિની જોગવાઈઓ સંબંધે હોય છે. પરંતુ તપાસમાં એવું પણ ખબર પડી કે આ તેમની નીતિનું સંપુર્ણ ઉલ્લંઘન છે.

સરકાર સાથે ડેટા શેર કરતા સમયે પણ પેટીએમએ પોતાની સુરક્ષા નીતિનું પણ ઉલ્લંઘન કર્યું. આપણા નિયંત્રણમાં જાણકારીના નુકસાન, દુરઉપયોગ અને પરિવર્તનની સુરક્ષા માટે પેટીએમ પાસે ઘણા સખત ઉપાય છે. જ્યારે પણ તમે પોતાની ખાતાની જાણકારી બદલો છો કે એક્સેસ કરો છો, તો અમે એક સુરક્ષિત સર્વરનો ઉપયોગ કરીએ છીએ. એક વાર તમારી જાણકારી અમારા કબ્જામાં થઈ ગયા બાદ અમે સખ્ત સુરક્ષા દિશાનિર્દેશોનું પાલન કરીએ છીએ. તેને ખોટા હાથમાં પહોંચવાના વિરુદ્ધમાં સુરક્ષિત કરીએ છીએ.