મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દિલ્હીમાં સીએનજીના 2.28/ કિલો અને પીએનજીના 62 ટકા સાથે 2.10 પ્રતિ ઘન મી. મોંઘું થયું છે. દિલ્હીથી અડીને આવેલા ગાજિયાબાદ, નોઈડા અને ગ્રેટર નોઈડામાં પણ સીએનજીના ભાવ 2.55 કિલો વધી ગયા છે. વધેલા ભાવ 2 ઓક્ટોબરની સવારે છ વાગ્યાથી જ લાગુ થઈ ગયા છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકાર દ્વારા ઘરેલૂ રુપે ઉત્પાદીત પ્રાકૃતિક ગેસ (નેચરલ ગેસ)ની કિંમતોમાં 62 ટકાની વૃદ્ધિની હાલની સૂચના બાદ ઈંદ્રપ્રસ્ત ગેસ લી. (આઈજીએલ)એ શુક્રવારે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી)ના વેચાણની કિંમતોમાં સંશોધનની જાહેરાત કરાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં વર્ષ 2014માં અલગ અલગ સમયમાં 19 રૂપિયા જેવો ભાવ સીએનજીમાં ઘટ્યો હતો જોકે વર્ષ 2018 સુધી તેના ભાવો તેટલાની આસપાસ સુધી રહ્યા પરંતુ વર્ષ 2019 પછી આ ભાવ 55.95 સુધી પ્રતિકિલોમાં પહોંચ્યા હતા. હાલ વર્ષ 2021માં 54.45 રૂપિયા રિટેલ પ્રાઈઝ પ્રતિ કિલો સુધી પહોંચી છે. બીજી બાજુ પીએનજી ગુજરાતમાં વર્ષ 2021માં 27.5 રૂપિયા હતો. જોકે નવા ભાવ વધારા અને ગણતરીઓને પગલે આ ભાવોમાં ફેરફારો થઈ શકે છે. આજની મળી રહેલી માહિતી અનુસાર સીએનજીના ભાવ અમદાવાદમાં 55.95 છે. જે અગાઉના વર્ષ 2018ના ભાવ કરતાં 9.2 રૂપિયા વધી ગયો છે. વડોદરામાં પણ આ જ ભાવો લાગુ છે. 

Advertisement


 

 

 

 

 

દિલ્હીની વાત કરીએ તો હવે સીએનજીના ભાવ 47.48 પ્રતિકિલો અને નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાજિયાબાદમાં 53.45 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. ગુરુગ્રામમાં આઈજીએલ દ્વારા સીએનજીની કિંમત 55.81 પ્રતિકિલો થઈ ગઈ છે. રેવાડીમાં સીએનજી 56.50, કરનાલ અને કૈથલમાં 54.70, મુજફ્ફરનગર, મેરઠ અને શામલીમાં 60.71, કાનપુર ફતેહપુરમાં હમીરપુર અને 63.97 અને અજમેરમાં 62.41 પ્રતિ કિલો થઈ ગયો છે.

ઘરેલુ પીએનજીનો ભાવ પણ દિલ્હી ઉપરાંત ગાજિયાબાદ, નોઈડા, ગ્રેટર નોઈડા, રેવાડી, કરનાલ, ગુરુગ્રામ, મજફ્ફરનગર, મેરઠ અને શામલીમાં વધી ગયા છે. દિલ્હીમાં ઘરોમાં પીએનજીના ભાવ વધીને 33.01 પ્રતિ ઘન મીટર કરી દેવાયા છે. નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાજિયાબાદના ઘરોમાં ઘરેલૂ પીએનજીની લાગુ કિંમત હવે 32.86 પ્રતિ ઘન મીટર થઈ ગઈ છે.