મેરાન્યૂઝ નેટવર્ક.બાયડ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાયડ ખાતે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે પ્રથમ તબક્કામાં ‘કિસાન સૂર્યોદય યોજના’ અંતર્ગત અરવલ્લી જીલ્લાના ૧૦૪ ગામોમાં યોજનાનો લાભ મળે તે માટે શુભારંભ કરવામાં આવ્યો હતો. કિસાન સૂર્યોદય યોજના થકી ખેડૂત વધુ સમૃદ્ધ બનશે. કિસાન સૂર્યોદય યોજના થકી ખેડૂત બમણી આવક મેળવશે, વધુ સમૃદ્ધ બનશે. ખેડૂતોને દિવસે વીજળી મળતા હવે હેરાન નહીં થવુ પડે. ખેડૂત રાત્રે વિશ્રામ અને દિવસે કામ થકી વધુ સમૃદ્ધ બનશે તેવું તેમ ભાર પૂર્વક જણાવ્યું હતું.

અરવલ્લી જિલ્લાના ૧૦૪ ગામ માટે કિસાન સૂર્યોદય યોજના નો પ્રારંભ કરાવ્યો હતો તેમણે કહ્યું હતું કે ૨૪ ઓકટોબર ૨૦૨૦ ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કિસાન સૂર્યોદય યોજના કાર્યરત કરવામાં આવી હતી તેમણે કહ્યું હતું કે આવનારા દિવસોમાં કિસાન સૂર્યોદય યોજના થકી ખેડૂત વધુ સમૃદ્ધ બનશે રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત ભારત નું રોલ મોડલ છે છેલ્લા બે દાયકાથી વિવિધ પ્રોજેક્ટ દ્વારા ગુજરાત વિકાસનો પર્યાય પુરવાર થયું છે નવા વર્ષના આરંભે ખેડૂતો માટે કિસાન સૂર્યોદય યોજના ની શુભ શરૂઆત થઇ છે પાણી વીજળી ખેડૂત ની તાકાત છે ખેડૂત સમૃદ્ધ થશે તો ગામડા સમ્રુદ્ધ થશે અને ગામડા સમ્રુદ્ધ થશે તો શહેરો સમૃદ્ધ થશે રાજ્ય સરકારે પાણી વીજળી માટે સંનિષ્ઠ પ્રયત્નો કર્યા છે આવનારા દિવસોમાં કિસાન સૂર્યોદય યોજના થકી ખેડૂત બમણી આવક મેળવશે અને વધુ સમૃદ્ધ બનશે ખેડૂતો પોતાની જમીનમાં સોલાર વીજ પ્રોજેક્ટ શરૂ કરી અન્નદાતા હવે ઉર્જાદાતા પણ બની શકે છે  છેલ્લા ત્રણ વર્ષનું  મા પીજીવીસીએલ દ્વારા દર વર્ષે દોઢ લાખ કનેક્શન આપવામાં આવી રહ્યા છે.

અગાઉની કોંગ્રેસ સરકાર પર ચાબખા મારતા જણાવ્યું હતું કે અગાઉની સરકાર માં લંગડી વીજળી મળતી હતી ટ્રાન્સફોર્મર બળી જતાં હતા આજે લંગડી વીજળી ના દિવસો ભૂતકાળ બની ગયા છે અગાઉની સરકારે ખેડૂતો માટે ક્યારે કોઈ યોજનાઓ મૂકી નથી ખેડૂતોની છેલ્લા ઘણા સમયથી દિવસે વીજળી આપવાની લાગણી અને માગણી પૂરી કરતા  ખેડૂતોને દિવસે વિજળી મળતાં હવે હેરાન થવું પડે નહીં ખેડૂત પોતાની શક્તિ ઉર્જા થી વધુ ઉત્પાદન કરશે અને રાત્રે વિશ્રામ અને દિવસે કામ થકી ખેડૂતો વધુ સમૃદ્ધ બનશે ખેડૂતોને દિવસે વિજળી મળતાં ના ઉજાગરા વન્ય જીવ જંતુના ભય કડકડતી ઠંડી અને ચોમાસામાં પડતી મુશ્કેલીથી કાયમ માટે મુક્તિ મળશે.

આ પ્રસંગે ઊર્જામંત્રી સૌરભભાઇ પટેલ એ પણ જણાવ્યું હતું કે આ યોજના માટે ૩૫૦૦ કરોડના ખર્ચે ૬૬ કે.વી ની ૩૪૯૦ સર્કિટ કિ.મી. જેટલી ૨૩૪ નવી ટ્રાન્સમિશન લાઈનો તથા ૨૨૦ કે.વી. ના ૯ નવા સબ સ્ટેશનો થકી ગુજરાતનું વીજ માળખું સુદ્રઢ કરાશે  આ પ્રસંગે  રાજ્યમંત્રી રમણભાઈ પાટકર સાબરકાંઠા સંસદ સભ્ય  દીપસિંહ રાઠોડ હાજર રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે ખેડૂતો માટે ક્રાંતિ લાવનાર ઐતિહાસિક નિર્ણય છે.