મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શપથ લીધા પછી કેબિનેટની પહેલી બેઠક પણ કરી લીધી હતી. દરમિયાન મંત્રીઓ સાથે ઉદ્ધવની પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરેએ સરકારના નિર્ણયોની ઘોષણા કરી. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેને એક પત્રકારે સવાલ કર્યો તો તેઓ ભડકી ગયા.

પત્રકારે ઉદ્ધવ ઠાકરેને સવાલ કર્યો કે શિવસેના સેક્યુલર થઈ ગઈ છે? આ સવાલ સાંભળતાં જ ઉદ્ધવ ઠાકરે ભડકી ગયા. તેમણે કહ્યું કે સેક્યુલરનો મતલબ શું છે? ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સંવિધાનમાં જે કાંઈ લખ્યું છે તે છે.

આ દરમિયાન એનસીપી નેતા છગન ભુજબલે પણ ઉદ્ધવ ઠાકરે તરફથી જવાબ આપ્યો કે જ્યારે પત્રકારને કહ્યું કે ઉદ્ધવ ઠાકરેને બોલવા દો, તો ઉદ્ધવ ઠાકરેએ જવાબ આપ્યો હતો. કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય પર તેમણે કહ્યું કે, આ સરકાર સામાન્ય લોકો માટે કામ કરશે. જનતાનો આશીર્વાદ બની રહેવો જોઈએ. તેમણે રાયગઢના શિવાજી મહારાજના કિલ્લાને સમારકામ કરવાનું એલાન કર્યું છે. મહારાષ્ટ્ર સરકારની તરફથી આ કિલ્લાના માટે 20 કરોડ ફંડ ઈશ્યૂ કરાયો છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, મુખ્ય સચિવથી ખેડૂતોને લઈને જાણકારી માગવામાં આવી છે.