મેરાન્યૂઝ નેટવર્ક,ગાંધીનગર:  ગુજરાતના રાજ્યપાલ પદે નવા વરાયેલા પદ નામિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે અમદાવાદ હવાઈ મથકે પર આવી પહોંચ્યા હતા.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું એરપોર્ટ પર સ્વાગત કર્યું.  ત્યાર બાદ રાજ્યપાલ દેવવ્રત પત્ની દર્શના દેવી સાથે રાજભવન પહોંચ્યાં હતાં, જયાં તેમનું સ્વાગત રાજ્યપાલ ઓ.પી.કોહલીએ કર્યું હતું. 

આ પ્રસંગે ગૃહ રાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજા અમદાવાદના મેયર બીજલ બહેન પટેલ મુખ્ય સચિવ ડો જે એન સિંહ મુખ્યમંત્રી ના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન સામાન્ય વહીવટ ના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ તેમજ પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝહા અમદાવાદ કલેક્ટર વિક્રાંત પાંડે પોલીસ કમિશનર એ કે સિંઘ તેમજ અન્ય વરિષ્ઠ સચિવોએ પદનામિત રાજ્યપાલશ્રી ને આવકારી સ્વાગત કર્યું હતું.

પદમનામિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શપથ સમારોહ સોમવારે 22 જુલાઈ 2019 ના રોજ  સવારે 11 કલાકે રાજભવન ખાતે યોજાશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી સહિત મંત્રી હાજર રહેશે.