મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમની ઉંમર હાલ 92 વર્ષની હોઈ તેમના સમર્થકો અને પરિવારજનોમાં ચિંતાનું મોજું છે. તેમની સાથે રહેતા પર્સનલ આસિસ્ટન્ટનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ છે. તેઓ હાલ પોતાના ગાંધીનગર કાતેના ઘરમાં જ સારવાર લઈ રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર તેમના પીએને પણ હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે. જોકે કેશુભાઈની તબીયત હાલ સારી છે અને તેમના નિવાસ સ્થાને જ તબીબ તેમની સારવાર કરી રહ્યા છે. આમ તો તેમની તબીયત સારી હોઈ ચિંતાનું કોઈ મોટું કારણ ન હોવાનું કહેવાય છે પરંતુ છતાં તેમની ઉંમર ઘણી હોઈ સમર્થકો અને પરિજનો તેમના જલ્દી સાજા થવાની પ્રાથના કરી રહ્યા છે. 

છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કેશુભાઈ ગુજરાતના 1995 અને 1998થી 2001 સુધી એમ બે વખત ગુજરાતના મુખ્યમંત્રી પદ પર રહી ચુક્યા છે. તેમણે ઘણા સમયથી સક્રીય રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. વર્ષ 19885માં તેઓ ભાજપ સાથે જોડાયા હતા પરંતુ પ્રચારક તરીકે તેઓ આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) સાથે 1945થી જોડાયેલા હતા. જોકે તેમણે કેટલાક કારણોસર વર્ષ 2012માં ભાજપનો સાથ છોડી જીપીપી (ગુજરાત પરિવર્તન પાર્ટી)ના નામે નવો પક્ષ રચ્યો હતો પરંતુ તેમાં તેમને વધુ સફળતા ન મળી જેથી અંતે તેમણે વર્ષ 2014માં ધારાસભ્ય તરીકે અને પરિવર્તન પાર્ટીના પ્રમુખ તરીકે રાજીનામું આપી દીધું હતું.

ગુજરાતના આ નેતાઓને પણ કોરોના

કિશોર ચૌહાણ ભાજપ ધારાસભ્ય
નિમાબહેન આચાર્ય ભાજપ ધારાસભ્ય
બલરામ થાવાણી ભાજપ ધારાસભ્ય
પૂર્ણેશ મોદી ભાજપ ધારાસભ્ય
જગદીશ પંચાલ ભાજપ ધારાસભ્ય
કેતન ઈનામદાર ભાજપ ધારાસભ્ય
વી.ડી. ઝાલાવાડિયા ભાજપ ધારાસભ્ય
રમણ પાટકર ભાજપ રાજ્યકક્ષાના મંત્રી
સી.જે.ચાવડા કોંગ્રેસ ધારાસભ્ય
ઈમરાન ખેડાવાલા કોંગ્રેસ ધારાસભ્ય
નિરંજન પટેલ કોંગ્રેસ ધારાસભ્ય
કાન્તિ ખરાડી કોંગ્રેસ ધારાસભ્ય
ચિરાગ કાલરિયા કોંગ્રેસ ધારાસભ્ય
ગેનીબેન ઠાકોર કોંગ્રેસ ધારાસભ્ય
રઘુ દેસાઈ કોંગ્રેસ ધારાસભ્ય
શંકરસિંહ વાઘેલા - પૂર્વ મુખ્યમંત્રી
ભરતસિંહ સોલંકી કોંગ્રેસ પૂર્વ કેન્દ્રીય મંત્રી
રમેશ ધડુક ભાજપ સંસદ સભ્ય
અમિત શાહ ભાજપ કેન્દ્રીય ગૃહમંત્રી
અભય ભારદ્વાજ ભાજપ સાંસદ
સીઆર પાટીલ ભાજપ પ્રદેશ પ્રમુખ