મેરાન્યૂઝ નેટવર્ક.વિજયવાડાઃ આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન. ચંદ્રબાબૂ નાયડૂ શનિવારે માંડ માંડ બચી ગયા છે. તેમની કારનો એક્સીડેન્ટ થયો હતો જેમાં તેમનો બચાવ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચંદ્રબાબૂ વિજવાડાથી હૈદરાબાદ જઈ રહ્યા હતા. દરમિયાન હાઈવે પર તેમની દોડતી કાર સામે એક ગાય આવી ગઈ હતી. ગાયને બચાવવા જતાં ડ્રાઈવરે બ્રેક લગાવી અને કાફલાની બીજી કાર એક બીજા સાથે ભટકાઈ હતી. ઉલ્લેખનીય છે કે આ રીતે ઘણા અકસ્માતોમાં લોકોના ભોગ લેવાયા છે.

જે કારમાં ચંદ્રબાબૂ નાયડૂ બેઠા હતા, તે કાર અન્ય કાર સાથે ભટકાઈ ન્હોતી. કાફલાની એક કારની તસવીર હાલ સામે આવી છે. કારનો આગળનો ભાગ સાવ બેસી ગયો છે. બોનેટ સહિતનો આગળનો ભાગ વળી ગયો છે. જે તસવીરને જોતા અંદજ આવે છે કે ટક્કર ખુબ જોરદાર હતી. આ ઘટનામાં કોઈ પણ વ્યક્તિ ગંભીર રૂપે ઘાયલ થયા નથી.