મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ઉભરાણા ગામે પ્રેમ પ્રકરણમાં ધીંગાણું થતા ચકચાર મચી હતી. આ અથડામણમાં 9 લોકો ઇજાગ્રહસ્ત થયા હતા જેઓને બાયડની વાત્રક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે બન્ને પક્ષોએ માલપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરતા પોલીસે કાયેદેસરની કાર્યવાહી હાથ ધરી હતી . 

મળતી માહિતી મુજબ માલપુર ના ઉભરાણ ગામમાં સામેસામે રહેતા યુવક યુવતિની આંખ મળી જતા પ્રેમ પાંગર્યો હતો. જોકે એક જ ગામના હોવાથી યુવતિના પરિવારજનોને આ સંબંધ મંજુર ન હતો. જેથી બંન્ને પ્રેમી પંખીડાઓએ લગ્ન કર્યા હતા. જોકે બાદમાં કોર્ટ સમક્ષ યુવતિએ તેના પરિવારજનો ના પક્ષમાં નિવેદન આપતા યુવતિને તેના માતા પિતાને સોંપવાનો હુકમ થયો હતો. 

આ ચુકાદાના 25 દિવસ પછી આજે યુવતિ અને યુવકના પરિવાર ભેટો થતા ઘર્ષણ થયુ હતું અને મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.