મેરાન્યૂઝ નેટવર્ક.ગુવાહાટીઃ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ આમ તો 17 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે પરંતુ ઓફીશ્યલી આજે જ તેમનો કામકાજનો અંતિમ દિવસ છે. ચીફ જસ્ટિસ તરીકે ગોગોઈ સાડા તેર મહિના આ પદ પર રહ્યા છે. ગોગોઈના બાદ જસ્ટિસ શરદ અરવિંદ બોબડે દેશના 47મા પ્રધાન ન્યાયાધીશ હશે. આવો થોડું જાણીએ રંજન ગોગોઈ અંગે...

જસ્ટિસ રંજન ગોગોઈએ પોતાના કેરિયરની શરૂઆત વર્। 1978માં ગુવાહાટી હાઈકોર્ટમાં એક વકીલ તરીકે કરી હતી. 28 ફેબ્રુઆરી 2001એ તેમણે ગુવાહાટી હાઈકોર્ટમાં ન્યાયાધીશ બનાવવામાં આવ્યા હતા.
તેના બાદ 12 ફેબ્રુઆરી 2011માં તેમણે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા હતા. તે આ પદ પર એક વર્ષ સુધી રહ્યા અને એપ્રિલ 2012માં તેમને સુપ્રીમ કોર્ટમાં લાવવામાં આવ્યા હતા.

વર્ષ 2016માં જસ્ટિસ ગોગોઈ તે સમયે છવાઈ ગયા જ્યારે તેમણે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ માર્કડેય કાત્જૂને બદનક્ષીની નોટિસ મોકલી હતી. જસ્ટિસ કાત્જૂએ પોતાના એક ફેસબુક પોસ્ટમાં સૌમ્યા રેપ અને મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા નિર્ણયની આલોચના કરી હતી. તે નિર્ણયમાં સુપ્રીમ કર્ટે આરોપીને રેપનો દોષી માન્યો હતો પરંતુ હત્યાનો નહીં. તે મામલામાં જસ્ટિસ ગોગોઈની અધ્યક્ષતા વાળી પીઠએ નિર્ણય આપ્યો હતો. બદનક્ષીની નોટિસ બાદ જસ્ટિસ કાત્જૂ સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા અને તેમણે ફેસબુક પોસ્ટ માટે માફી માગી હતી જે પછી આ મામલો ખત્મ થઈ ગયો હતો.

તેમણે સૌથી લાંબા સમયથી ચાલતા અયોધ્યા કેસનું સમાધાન કરી નાખ્યું હતું. આ ઉપરાંત સીજેઆઈની ઓફીસને પણ આરટીઆઈ અંતર્ગત તેમણે મુકીને મહત્વનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત સબરીમાલા કેસમાં પુનર્વિચાર અરજીને પાંચ જજોની બેચના બહુમતથી મોટી બેચને રિફર કર્યો છે. રાફેલ ડીલને લઈને પણ તેમણે નિર્ણયો કર્યા છે. તેઓએ સેન્ટ સ્ટીફન દિલ્હીથી ગ્રેજ્યુએટ અને દિલ્હી વિશ્વવિદ્યાલયથી કાયદાની ડિગ્રી મેળવી હતી.